Mysamachar.in-ભાવનગર:
કેટલાક શિક્ષકો એવા હોય છે,જે ગુરુ અને શિષ્યના સબંધને શર્મસાર કરતાં હોય છે,હજુ તો હમણાની જ વાત છે કે વડોદરાની એક ફિઝીયોથેરાપી કોલેજનો પ્રોફેસર વિદ્યાર્થીનીઓ સાથે ના કરવા જોઈતા સંવાદ કરવાનો મામલો ભારે ગરમાયો હતો,ત્યાં જ ભાવનગર શહેરની સરકારી શાળાના શિક્ષકની નફટાઈ સામે આવી છે,વિદ્યાર્થીનીઓને મોબાઈલમાં બિભત્સ વિડીયો ક્લિપ બતાવી અને તેમની સાથે શારીરિક અડપલા કર્યાના આક્ષેપ સાથે વાલીઓએ શિક્ષક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. અને પોલીસે આ લંપટ શિક્ષકની ધરપકડ કરી છે,
ભાવનગર શહેરના મામાકોઠા રોડ પર આવેલ સરકારી અંબિકા શાળાના દિશાંત મકવાણા નામના એક શિક્ષક તેમની કલાસની કેટલીક બાળકીઓને મોબાઈલમાં બિભત્સ વીડિયો બતાવ્યા બાદ તેની સાથે શારીરિક છેડછાડ કરતો હતો.આટલુ જ નહી આ શિક્ષક વિદ્યાર્થીનીને ધમકાવતો હતો કે, આ અંગે જો કોઈને કહેશે તો નાપાસ કરવાની અને શાળામાંથી કાઢી મુકવાની ધમકીઓ આપતો હતો.આ સમગ્ર મામલો વાલીઓ સમક્ષ આવતા હોબાળો મચી જવા પામ્યો હતો,અને શિક્ષક સામેનો આ મામલો પોલીસમા પહોચતા પોલીસે શિક્ષકને ઝડપી પાડ્યો છે,