Mysamachar.in-જામનગર:
ગુજરાતમાં ગૃહ વિભાગ ભ્રષ્ટાચારના મામલે મોખરે હોય આવું ચોકાવનારું નિવેદન તાજેતરમાં જ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આપ્યું હતું અને પોલીસ તંત્ર આમ જોઈએ તો કોઈને કોઈ કારણે બદનામ હોવાનું વારંવાર સામે આવ્યું છે. તેવામાં એક વ્યકિત પાસેથી જમાદારે દારૂનો કેસ ન કરવા માટે લાંચ માગવા જતા બોટાદ એસીબીના હાથે રંગેહાથ ઝડપાઈ જતા વધુ એક પોલીસ વિભાગના ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે,
લાંચ માંગવાના બનાવની જાણે વિગત એમ છે કે, ભાવનગર જિલ્લાના વરતેજ પોલીસ સ્ટેશન હેઠળ આવતા કોળીયાક ઓ.પી.ના બીટ જમાદાર મયુરદાન ગઢવીએ મીઠી વીરડી ગામે રહેતા એક વ્યક્તિ પાસેથી દારૂનો કેસ ન કરવા માટે ૨૫૦૦૦ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. પરંતુ આ વ્યક્તિ લાંચ આપવા માંગતો ન હોય બોટાદ એસીબીમાં ફરિયાદ કરી હતી,
દરમિયાન બીટ જમાદાર મયૂરદાન ગઢવી કોળીયાટ ઓ.પી.એ આ વ્યક્તિને બોલાવીને ૨૫ હજારની લાંચ લેતા રંગે હાથે બોટાદ એસીબીએ ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરી છે. આમ વધુ એક જમાદાર દારૂ અંગે લાંચ લેતા ઝડપાતા પોલીસબેડામાં ચકચાર જાગી છે,
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.