• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Monday, June 30, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

ખંભાળિયા: કમિશન એજન્ટ આપઘાત પ્રકરણમાં 7 શખ્સો સામે ગુનો

My Samachar by My Samachar
October 5, 2023
in દેવભૂમિ દ્વારકા
Reading Time: 1 min read
A A
ખંભાળિયા: કમિશન એજન્ટ આપઘાત પ્રકરણમાં 7 શખ્સો સામે ગુનો
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

દેવભૂમિ દ્વારકા જીલ્લાના  ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે રહેતા તેમજ ખેત વ્યવસાય સાથે સંકળાયેલા એક આધેડએ ઝેરી ટીકડા ખાઈ લેતા તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ આધેડ પાસેથી માંગરોળ, જુનાગઢ વિગેરે ગામે રહેતા શખ્સો દ્વારા ખેત જણશ મેળવીને ખૂબ મોટી રકમ પરત ના આપતા થઈ ગયેલા દેણાના કારણે તેઓ મરી જવા માટે મજબૂર બન્યા હોવાની ફરિયાદ મૃતકના પુત્રીએ અહીંની પોલીસમાં નોંધાવી છે.

આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે રહેતા ભાયાભાઈ જગાભાઈ ચાવડા નામના 50 વર્ષના આધેડ છેલ્લા ઘણા સમયથી ખેડૂતો પાસેથી મગફળી, ચણા વિગેરે જેવી ખેત પેદાશો લઈ અને વેપારીઓને આપી કમિશન એજન્ટ તરીકે કામ કરતા હતા. છેલ્લા કેટલાક સમયગાળા દરમિયાન ભાયાભાઈ ચાવડા પાસેથી માંગરોળ તાલુકાના બામણવાડા ગામે રહેતા રમેશભાઈ ભાયાભાઈ પિઠીયાએ તેમની પાસેથી મગફળી, ચણા વિગેરે લીધા હતા. જે ભાયાભાઈએ ખંભાળિયા તથા કલ્યાણપુર તાલુકાના ખેડૂતો પાસેથી પૈસા બાકી રાખીને મેળવ્યા હતા.

આમ, કમિશનનો વ્યવસાય કરતા ભાયાભાઈએ ખેડૂતો પાસેથી મેળવીને રમેશભાઈ પિઠીયાને મોકલેલી 14,642 મણ મગફળી તેમજ 1,995 મણ ચણાની ચૂકવવાની થતી રકમમાં ગોટાળા કરી, રૂપિયા 1.91 કરોડની રકમ આપવામાં ગલ્લા તલ્લા કરવામાં આવતું હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.આટલું જ નહીં, આરોપી રમેશભાઈ પિઠીયાએ તેમની દીકરીના લગ્ન પેટે રૂપિયા 17 લાખ હાથ ઉછીના આપ્યા હોવા ઉપરાંત અન્ય બે આરોપીઓ મુળુભાઈ બાબુભાઈ પિઠીયા અને અજય બાબુભાઈ પિઠીયા દ્વારા માંગરોળની એક્સિસ બેન્કમાંથી ભાયાભાઈ ચાવડાના નામથી આરોપી રમેશભાઈ પિઠીયાને રૂપિયા 15 લાખની લોન અપાવી અને તેમના પર દેવું કરાવી દીધું હતું. આમ, રૂ. 2.49 કરોડની તોતિંગ રકમ આરોપી રમેશ પીઠિયા તથા તેમની સાથે ક્રિષ્ના રમેશ પિઠીયાએ દબાવી રાખી તેમને ચૂકવી ન હતી.

આ પ્રકરણમાં જૂનાગઢના રોહિત અને સંજય બારડ ઉપરાંત મુકેશ નામના અન્ય શખ્સો પણ સંડોવાયા હોવાનું વધુમાં જાહેર થયું છે. આનાથી વ્યથિત ભાયાભાઈને ખંભાળિયા તથા કલ્યાણપુર તાલુકાના ખેડૂતો દ્વારા થતી ઉઘરાણી તેઓ ચૂકવી ન શકતા તેઓને લેવાની થતી રકમ રમેશભાઈ ભાયાભાઈ પિઠીયા તથા ક્રિષ્ના રમેશભાઈ પીઠીયા પાસે અવારનવાર રૂબરૂ તથા ફોનથી માંગવામાં આવતા આવી હોવા છતાં પણ તેઓ પૈસા આપતા ન હતા. આટલું જ નહીં, જો તેઓ ઉઘરાણી કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હોવાનું વધુમાં જાહેર થયું છે.

આ બાબતથી આર્થિક મંદીમાં ઘેરાઈ ગયેલા ભાયાભાઈ જગાભાઈ ચાવડા પાસે તેમને અન્ય કોઈ રસ્તો ન દેખાતા તેઓ મરી જવા માટે મજબૂર બન્યા હોવાથી તેમણે ઝેર ખાઈને આપઘાત કરી લીધા અંગેની ધોરણસર ફરિયાદ મૃતકના પુત્રી નીતુબેન ચાવડાએ પોલીસ મથકમાં નોંધાવી છે. આ તમામ બાબતો અંગે મૃતક ભાયાભાઈએ આપઘાત કરતા પહેલા મોબાઈલમાં વિડીયો બનાવ્યો હોવાનું અને આ વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો હોવાનું જાણવા મળ્યું છે.

સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયા પોલીસે રમેશભાઈ ભાયાભાઈ પિઠીયા, ક્રિષ્ના રમેશભાઈ પિઠીયા, મૂળુભાઈ બાબુભાઈ પિઠીયા, અજય બાબુભાઈ પિઠીયા, રોહિત તથા સંજય બારડ અને મુકેશ નામના તમામ સાત શખ્સો સામે આઈ.પી.સી. કલમ 306, 506 (2) તથા 114 મુજબ ગુનો નોંધી, આ પ્રકરણમાં ડી.વાય.એસ.પી. હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ આગળની તપાસ પી.એસ.આઈ. ડી.જી. પરમાર દ્વારા હાથ ધરવામાં આવી છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

અમદાવાદમાં અગનગોળો બનેલું વિમાન વર્ષોથી ચર્ચાઓમાં !!

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસ ‘ બધાં જ ‘ એંગલથી: સરકાર

June 30, 2025
જામનગર:રૂ. 887 કરોડનો ઉર્જા પ્રોજેક્ટ અને રૂ. 200 કરોડના 2 વીજપ્રોજેક્ટ કાર્યરત થયા

જામનગર વીજતંત્રના ફલ્લા સબડિવિઝનને મંજૂરી..

June 30, 2025
જામનગર સહિત રાજ્યમાં બોગસ દસ્તાવેજ અટકાવવા…

અસંખ્ય સોસાયટીમાં ઘણી બધી સમસ્યાઓ હોય છે : ઉપાય શું ?

June 30, 2025
રાજ્ય સરકારના કર્મચારીઓ આનંદો, મોંઘવારી ભથ્થામાં જાન્યુઆરી-2024થી 4 ટકાનો વધારો જાહેર

રાજ્ય સરકારના આ નિર્ણયથી નાના અને મધ્યમ વર્ગીય લોકોને થશે ફાયદો

June 30, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

અમદાવાદમાં અગનગોળો બનેલું વિમાન વર્ષોથી ચર્ચાઓમાં !!

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસ ‘ બધાં જ ‘ એંગલથી: સરકાર

June 30, 2025
જામનગર:રૂ. 887 કરોડનો ઉર્જા પ્રોજેક્ટ અને રૂ. 200 કરોડના 2 વીજપ્રોજેક્ટ કાર્યરત થયા

જામનગર વીજતંત્રના ફલ્લા સબડિવિઝનને મંજૂરી..

June 30, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®