Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દ્વારકા નજીક પિંડારા ગામમાં વર્ષોથી પરંપરાગત રીતે મલ કુસ્તી મેળો યોજાય છે, પીંડારા ગામમાં મેળામાં આ વખતે ગુજરાત સરકારના સાંસ્કૃતિક અને રમતગમત વિભાગ દ્વારા સ્થાનિક વહીવટી તંત્રના સંકલનમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ નૃત્ય રાસ સહિતની કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી.આ સ્થળે દરિયાના કાંઠે રેતીનું મેદાન છે ત્યાં વર્ષોથી આસપાસના ગામ અને તાલુકાના યુવાનો શ્રાવણી અમાસના દિવસે કુસ્તી રમવા માટે મેળા રૂપે એકઠા થાય છે
લોક ઉત્સવ અને મેળાઓ ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિના મૂળમાં છે. ગરવી ગુજરાતની વેવિધ્ય અને નાવિન્યપૂર્ણ લોક સંસ્કૃતિના વારસાને ઉલ્લાસ અને મનોરંજન સાથે લોક ઉત્સવ સ્વરૂપે વિરાસતને સાચવવાનું અદકેરુ કાર્ય ગુજરાતમાં આગવી રીતે થતું રહ્યું છે.જીવનમાં સફળતા માટે શિસ્ત સાથે શારીરિક રીતે સ્વસ્થ હોવું અનિવાર્ય છે ત્યારે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જિલ્લાના પીંડારા ગામનો દેશી મલ્લ કુસ્તીનો મેળો શારીરિક સ્વસ્થતા ,શોર્યતા અને ખેલદિલીનો પ્રતીક બન્યો છે.
દ્વારકા નજીકનું પીંડારા ગામ મહાભારતની કથા સાથે જોડાયેલું છે. કથા અનુસાર ભગવાન શ્રીકૃષ્ણના ગુરુ દુર્વાસા ઋષિનો આશ્રમ પિંડારા ગામમાં હતો. આજે પણ આ કુંડ અને દુર્વાસા ઋષિ જ્યાં બેસતા હતા તે રાણનું ઝાડ શ્રદ્ધાનું પ્રતીક છે.અહીં કુંડમાં મોક્ષ માટે પિંડ તારવામાં આવ્યા હતા એવી શ્રદ્ધા છે. આ સ્થળે દરિયાના કાંઠે રેતીનું મેદાન છે ત્યાં વર્ષોથી આસપાસના ગામ અને તાલુકાના યુવાનો શ્રાવણી અમાસના દિવસે કુસ્તી રમવા માટે મેળા રૂપે એકઠા થાય છે.
આજે શ્રાવણી અમાસ નિમિત્તે પીંડારામાં દેશી મલ કુસ્તી મેળો એક દિવસનો યોજાયો. જુદા જુદા ગ્રુપમાં યુવાનો સામસામે કુસ્તી રમે છે અને અનેરો આનંદ માણે છે. આ મેળો જોવા ખાસ કરીને યુવાનોની કુસ્તીમાં સહભાગી થવા માટે અબાલ વૃદ્ધ સહીત મોટી સંખ્યામાં અહીં આવી લોક ઉત્સવને સફળ બનાવે છે.આજ રોજ શ્રાવણી અમાસ નિમિત્તે પીંડારામાં દેશી મલ કુસ્તી મેળો એક દિવસનો યોજાયો હતો જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલિસ વડા નિતેશ પાંડે ઉપસ્થિત રહ્યાં હતા અને સપર્ધકોને પ્રમાણપત્ર, શિલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.