Mysamachar.in:દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર અને ભાણવડ પંથકમાં બોક્સાઈટ, બેલા સહિતની લીઝો આવેલ છે લીઝો તો ઠીક છે પણ અહી લીઝ ઉપરાંતની ખનીજચોરી વર્ષોથી ચર્ચાનો વિષય રહી છે, કેટલાક રાજકીય મળતિયાઓ ટેકા ચોકાના આધારે બેફામ ખનીજચોરી કરતા હોય છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી ત્રણ દિવસ પહેલા નિવૃત થયેલ મહિલા મામલતદાર દક્ષાબેન રીંડાણીની વારંવારની આકસ્મિક તપાસ અને કોઈ ભાર ભલામણ ના રાખવાની મક્કમતાએ અહી ખનીજચોરી પર કડક લગામ લગાવી દીધી હતી,
પણ જે રીતે સુત્રો માહિતી આપી રહ્યા છે તે પ્રમાણે જાણે મહિલા મામલતદારની બદલી કે નિવૃત્તિની રાહ જોઇને સૌ કોઈ લાગતા-વળગતા બેઠા હોય તેમ મામલતદાર ગત 31 જુલાઈએ નિવૃત થતાના બીજા દિવસથી જ બોક્સાઈટ અને રેતી સહિતની ખનીજચોરી ક્રરનાર ફરી પટ્ટમાં આવી ગયા છે. તો અત્યારસુધી કડક અધિકારીની હાજરીને કારણે કલ્યાણપુર મામલતદાર કચેરીમાં કામ વગર ના પ્રવેશતા કેટલાયએ ફરી જૂની બેઠકો ફરી શરુ કરી દીધાની ચર્ચાઓ વચ્ચે કડક છાપ ધરાવતા દ્વારકા કલેકટર અશોક શર્મા હવે આકસ્મિક ચેકિંગ કરી અને ફરી શરુ થયેલ ખનીજ ચોરી ડામી દેવા કડક પગલા ભરશે કે કેમ તેના પર સૌની નજર છે.