Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
પોલીસ વિભાગના જવાનોની કામગીરી ક્યારેક એવી વખાણવા લાયક હોય છે જેના વખાણ કરવા જ પડે….આવો જ વખાણવા લાયક એક કિસ્સો દેવભૂમિ દ્વારકા જીલ્લામાં સામે આવ્યો છે, જ્યાં ગતરોજ સાંજના સમયે એક બોટ બેટ દ્વારકાથી યાત્રિકો લઈને ફરી રહી હતી ત્યારે દરિયામાં ઓટના કારણે ખૂબ જ ઓછા પાણી થઈ જવાથી બોટ રેતીમાં નીચે અટકાય અને ફસાઈ ગઈ હતી. ગભરાઈ ગયેલા લોકો મદદ માટે રાહ જોઈ રહ્યા હતા એટલામાં છેલ્લા ફેરાની બોટ હોવાને કારણે પાછળ આવી રહે પોલીસ પેટ્રો બોટને જોઈને લોકોએ મદદ માંગી…
જેથી પેટ્રોલિંગ બોટમાં હાજર ડીવાયએસપી સમીર સારડા અને પીએસઆઈ દેવ વાંઝાએ ઓખાથી સંપર્ક કરીને મદદ માટે નાની બોટને બોલાવીને યોગ્ય બંદોબસ્ત કરીને પોલીસે યાત્રાળુઓને બીજી બોટમાં વારાફરતી સ્થાનાંતર કર્યા અને ઓછા માણસો રહ્યા બાદ પોલીસ બોટથી ધક્કો મારીને રેતીમાં ફસાઈ ગયેલ બોટને પાણીમાં ફરી તરતી કરીને યાત્રિકોને સહી સલામત ઓખાના દરિયા કિનારે પહોંચાડી પોલીસે સફળ રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું. આ ર્સ્ક્યું ઓપરેશનમાં પોલીસ બોટમાં અધિકારીઓ સાથે બોટનાં પાઇલટ, હેડ કોન્સ્ટેબલ હરદાસભાઈ, કમાન્ડો દેવશી મુંધવા પણ જોડાયા હતા.પોલીસની આ સમયસરની કામગીરીથી બોટમાં ફસાયેલા લોકોએ પોલીસ વિભાગ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.