Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જીલ્લાની ભાણવડ તાલુકાની મોટા કાલાવડ જીલ્લા પંચાયત સીટનાં સદસ્ય અને ભાણવડ તાલુકા સમગ્ર દ્વારકા જીલ્લામાં સારી એવી લોકચાહના ધરાવતી નેતાએ કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું ધરી દેતા અનેક ચર્ચાઓએ ભાણવડ પંથકમાં જોર પડકયું છે, અચાનક ફેસબુકના માઘ્યમથી પોસ્ટ કરી કે.ડી.એ રાજીનામુ આપી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
એક દાયકા જેટલા સમયથી ક્રિષ્ના એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના માઘ્યમથી ભાણવડ વિસ્તારમાં અનેક સેવાકીય કામગીરી જેમ કે જરૂરિયાતવાળા ગામોને જોડતા રસ્તા, આરોગ્ય શિક્ષણ, પરિવહન સહિતના મુદ્દાઓને તેવોએ પ્રાધાન્ય અપાવ્યા છે. કે.ડી.કરમુરની આ વિસ્તારમાં ખુબ મોટી લોકચાહના એટલે છે કે કોરોનાકાળ દરમ્યાન ઓક્સીઝ્ન, દવાઓ, માસ્ક, સેનેટાઇઝર સહિતની આરોગ્ય સેવા અને લોકોને તમામ શક્ય મદદ કરમુરના ટ્રસ્ટ દ્વારા પૂરી પાડવામાં આવી હતી. કોરોના જેવી કપરી પરિસ્થિતિમાં લોકોની વચ્ચે રહી આરોગ્યની સેવાઓ પૂરી પાડનાર કરમુરની ભાણવડ પંથકમાં ખુબ મોટી લોકચાહના છે.અને લોકો તેને નેતા નહિ બેટા માને છે.
ભાણવડ તાલુકાના સક્રિય રાજકારણમાં કે.ડી.કરમુરની સક્રિય એન્ટ્રી સાથે જ મોટા કાલાવડ જીલ્લા પંચાયત સીટ પરથી લડી જંગી બહુમતીથી ચૂંટાઇ આવ્યા હતા. અને તાલુકા પંચાયતમાં પણ કોંગ્રેસને બહુમતી મેળવવામાં સફળતા મળી હતી. તેઓએ વધુ એક જવાબદારી ભાણવડ નગરપાલિકા ચૂંટણીના ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા હતા અને છેલ્લા 25 વર્ષથી ભાણવડ પાલિકામાં ભાજપનો કબજો હતો. ભાજપ પાસેથી સતા આંચકી કોંગ્રેસને બહુમતી અપાવવામાં સફળ રહ્યા બાદ તેની સફળતામાં ચારચાંદ લાગ્યા હતા
એવામાં તાજેતરમાં યોજાયેલ વિધાનસભાની ચૂંટણી ખંભાળીયા-દ્વારકા સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર વિકમભાઇ માડમની હાર થતાં નૈતિક જવાબદારી સ્વીકારી કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દાઓ ઉપર રાજીનામું આપ્યું છે અને વધુમાં જણાવેલ કે તેવો તેમના ટ્રસ્ટની સેવાઓ યથાવત રાખી અને લોકઉપયોગી બનવાના કામો કરતા રહેશે.