Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દ્વારકાની મુલાકાતે પધારેલા શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીએ હાલમાં યાત્રાધામ બેટ દ્વારકા ખાતે ચાલી રહેલા ઓપરેશન ડીમોલીશનને યોગ્ય લેખાવી જણાવ્યું હતું કે, દેશમાં ક્યાંય પણ દબાણો હોય, હટાવવા જોઈએ. દ્વારકા શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીએ યાત્રાધામ દ્વારકાની મુલાકાત લીધી છે. તેઓએ શ્રી ભદ્રકાળી માતાજીના મંદિરે દર્શન કર્યા હતાં અને સ્થાનિક પત્રકારો સમક્ષ જણાવ્યું હતું કે, હાલમાં બેટ દ્વારકા ખાતે ચાલી રહેલા ઓપરેશન ડીમોલીશનની કાર્યવાહી ખૂબ જરૂરી છે. સારી છે. તેઓએ કહ્યું: દેશમાં ક્યાંય પણ, કોઈનાં પણ દ્વારા દબાણો થયાં હોય, તમામ દબાણો દૂર કરવા જોઈએ. શ્રી શંકરાચાર્યની દ્વારકા મુલાકાતને લઇને સમગ્ર યાત્રાધામમાં આનંદ અને ઉમંગનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.