Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દ્વારકા તાલુકાના શિવરાજપુર ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ જાકુપીર ડાડાની દરગાહે પારંપરિક મલ્લ કુસ્તી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.મહાભારત કાળથી ભારતિય સંસ્કૃતિ અને પરંપરા જાળવી રાખતી મલકુસ્તી આજે પણ યુવાનોની પસંદ છે. દ્વારકા તાલુકાનાં શિવરાજપુર ગામે જાકુપીર દાદાની પૌરાણિક દરગાહ આવેલી છે. આ દરગાહે સેંકડો વર્ષથી ભાદરવા મહિનાની પૂનમના દિવસે મલ્લ કુસ્તી મેળાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ અહીં મલ્લકુસ્તી મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
ઓખા મંડળ, બારાડી અને બરડા પંથકમાંથી મોટી સંખ્યામાં મલ્લકુસ્તીબાજો અને હજારો દર્શકો આ આયોજનમાં હાજર રહ્યા હતા. મલ્લકુસ્તી સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાઓને આયોજક શિવરાજપુર ગામ તરફથી પારિતોષિક અર્પણ કરવામાં આવ્યા હતા.શિવરાજપુર હજરત જાકૂપીર ડાડા દરગાહ દર ભાદરવી પૂનમના જેનું આયોજન છેલ્લા પાંચસો વર્ષથી થતું આવ્યું છે અને કોમી એકતાના પ્રતીક સમા આ મલ્લ કુસ્તી મેળામાં હિન્દૂ-મુસ્લિમ ભાઈચારાથી કુસ્તી લડે છે.
આ વર્ષે મલ્લકુસ્તી મેળાના વિજેતાઓને ઇનામ રૂપે પ્રથમ નંબરને ટ્રોફી તથા રૂ. 10,000 રોકડા, દ્વિતીય નંબર પર ટ્રોફી તથા રૂપિયા 5000 રોકડા, તૃતીય નંબર પર ટ્રોફી તથા રૂપિયા 3000 રોકડા તથા ચોથા નંબર પર ટ્રોફી તેમજ રૂ 2000 રોકડા એનાયત કરવામાં આવ્યા હતા, આ વર્ષના મલ્લ કુસ્તી મેળામાં પોસીત્રા ગામના સાજીદ અયુબ ચાવડાએ પ્રથમ નંબર મેળવ્યો હતો. બીજા નંબરે શિવરાજપુર ગામના જયેશ હરિસંગભા ભાયા, ત્રીજા નંબરે મોટા ભાવડા ગામના કાનાભા કુંભાભા માણેક તથા ચોથા નંબરે રાંગાસર ગામના ભિમાભા રાણાભા સુમનીયાએ ટ્રોફી જીતી પૌરાણિક પરંપરા જીવંત રાખી હતી.