Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ તાલુકાના વેરાડ ગામે રહેતા અને શિવા આંબરડી ગામના તલાટી કમ મંત્રી તરીકે નોકરી કરતા વિનોદભાઈ ખીમજીભાઈ અઘેરા નામના 55 વર્ષના પટેલ આધેડ દ્વારા ભાણવડથી આશરે દસ કિલોમીટર દૂર ત્રણ પાટીયા પાસે આવેલી તેમની ઓફિસે કોઈ અકળ કારણોસર જંતુનાશક ઝેરી દવા પી લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.આ બનાવની જાણ વેરાડ ગામના અશ્વિનભાઈ બેચરભાઈ માકડીયાએ ભાણવડ પોલીસને કરતા પોલીસે જરૂરી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આપઘાતના આ બનાવે તલાટી વર્તુળ સાથે ભાણવડ પંથકમાં ભારે શોક સાથે અરેરાટી પ્રસરાવી છે. પોતે પોતાના અગમ્ય કારણોસર ઝેરી જંતુનાશક દવા પી જતા આ બનાવ બન્યો હોવાનું હાલ પોલીસે જાહેર કરી વિશેષ તપાસ આ આપઘાતને લઇને હાથ ધરી છે.