Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના કારણે રોડના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા તંત્રએ અગાઉથી કરાયેલા આયોજન મુજબ રિસ્ક્યુ માટે ગોઠવેલી ટીમો દ્વારા ફસાયેલા વાહનોને બહાર કાઢી રાહત બચાવ ની કામગીરી કરવામાં આવી છે. દ્વારકા તાલુકા વિકાસ અધિકારી શેરઠીયા એ જણાવ્યું હતું કે કોરાડા ગામ પાસે એન્ડઓવર ગાડી રોડ પરથી પાણીમાં તણાઈ હતી અને તે ફસાઈ જતા તેઓ ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા.
મૂળવાસરના તલાટી પ્રવીણભાઈ ઓડીયા તેમજ ડ્રાઇવર મેહુલસિંહ ઝાલાની મદદથી તેમજ કોરડા ગામના લોકોની મદદથી ગાડીમાં બેસેલા પાંચ વ્યક્તિઓને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા. ગાડી પણ બહાર કાઢવામાં આવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા કલેકટર એમ.એ પંડ્યાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત ગ્રાઉન્ડ લેવલથી કામગીરી કરવામાં આવી રહી છે. વરસાદની આગાહી પહેલા જ કલેકટરએ જિલ્લા વિકાસ અધિકારી અને પોલીસ અધિકારીઓ સાથે સંભવિત જોખમી સ્પોટની મુલાકાત કરી તંત્રને માર્ગદર્શન આપ્યું હતું.