Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
કલ્યાણપુર પંથકમાં ગઈકાલે નોંધપાત્ર સાત ઈંચ વરસાદ વરસી ચુક્યો હતો. આ ઉપરાંત કલ્યાણપુર સાથે ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ નોંધપાત્ર છ થી આઠ ઈંચ વરસાદ વરસી જતા ઠેર-ઠેર પાણી-પાણી છવાઈ ગયા હતા. આ મુશળધાર વરસાદના કારણે ખાસ કરીને મગફળીના પાકને નુકસાન થવાનો ભય પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.ખંભાળિયા તાલુકાના કુલ 18 ઇંચ વરસાદ વચ્ચે ખંભાળિયાના કેટલા ગામો તથા ભાટિયા પંથકના ગઈકાલના આ વરસાદથી અનેક ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા અને કેટલાક ખેતર તો જાણે તળાવમાં પરિવર્તિત થઈ ગયા હોય તેવું ચિત્ર જોવા મળ્યું હતું.