Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જીલ્લાના સલાયાના “નૂરે અલ માસુમશા” નામના વહાણમાં ઓમાન નજીક મધદરિયામાં અકસ્માતે આગ લાગતાં અફરાતફરીના માહોલ વચ્ચે વહાણમાં સવાર 15 ખલાસી પૈકી 14 નો બચાવ થયો છે જયારે 1 ખલાસી લાપતા બન્યો છે, જાણવા મળતી વિગતો મુજબ 1400 ટન જેટલી અંદાજીત કેપેસીટી ધરાવતા આ વહાણની કિંમત 6 કરોડ હોવાનું માનવામાં આવે છે, આ વહાણ ઓમાનના સલાલા બંદરે માલ ભરવા જતું હતું. ત્યારે ઓમાનના દરિયામાં આ ઘટના બન્યા બાદ ઓમાન નેવીની મદદથી 14 ખલાસીઓને રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યા છે જયારે એક લાપતા હોવાનું જાણવા મળે છે.
સલાયાના અગ્રણી વહાણવટી આદમ ઇશાક સુંભણીયાની માલિકીનું નૂરે અલ માસૂમશા નામનું વહાણ જે 1400 ટનનું હતું. જેની અંદાજીત કિંમત 6 કરોડ જેટલી થાય છે. આ વહાણ માલ ખાલી કરી યમનના નિસ્તુન બંદરેથી ગુરુવારના સવારે ખાલી નીકળ્યું હતું. આ વહાણ ઓમાનના સલાલા બંદરે માલ ભરવા જતું હતું. આ વહાણમાં 15 ખલાસીઓ સવાર હતાં.આં વહાણમાં અકસ્માતે ગુરુવારના રાત્રીના આગ લાગેલ હતી.અને જોતજોતામાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.