Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દ્વારકા જગત મંદિર દેશ દુનિયામાં ખૂબ જ પ્રખ્યાત છે. દરરોજ મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શન કરવા આવતા હોય છે. અને તેમાં પણ પુનમ ના દિવસે અહી ભાવિકોનું ધોડાપુર પુનમ ભરવા માટે ઉમટી પડે છે, પણ કોરોના મહામારીની ત્રીજી લહેર આવી રહી હોય, ત્યારે ભક્તોમાં સંક્રમણનો ભય વધારે રહે છે. જેના કારણે દેવભૂમિ દ્વારકા કલેકટર દ્વારા જગતમંદિરના દ્વાર ભક્તો માટે ફરી એક વખત બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
દ્વારકા જગત મંદિરમાં લગભગ દરરોજના તેર હજારની આસપાસ શ્રદ્ધાળુઓ દેશ-વિદેશમાંથી દર્શન કરવા દ્વારકા આવતા હોય છે. ત્યારે આવડી મોટી સંખ્યામાં આવતા શ્રધ્ધાળુઓમાં કોરોના સંક્રમણ થવાનો વધુ ભય રહેલ છે. જેથી ભક્તોની સુખાકારી માટે દ્વારકા કલેકટર દ્વારા જગત મંદિરના દ્વાર આવતીકાલ તારીખ. 17.01.22 થી લઇને તા.23.01.22 સુધી બંધ કરવામાં આવનાર છે. એકંદરે ગુજરાતના લગભગ મોટા મંદિરો ભક્તો માટે બંધ કરી દેવામાં આવી રહ્યા છે. ત્યારે દ્વારકા જગતમંદિરના દ્વાર પણ ભક્તો માટે બંધ કરાયા છે. પરંતુ જગત મંદિર અંદર ભગવાનનો નિત્યક્રમ રાબેતા મુજબ કરવામાં આવશે. અને તેનું લાઈવ પ્રસારણ જગત મંદિરની વેબસાઇટ ઉપરથી ભક્તો નિહાળી શકશે.
હાલના સમયમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહયા છે જે ધ્યાનમાં લઈ આગામી તા 17/02/222 થી તા.23/01/2022સુધી જગત મંદિર બંધ રાખવા નિર્ણય કરવામાં આવેલ છે. જગત મંદિર માં પુજારી પરિવાર દવારા પારંપારીક નિત્યક્રમ કરવામાં આવશે. જે દર્શનનો લાભ સંસ્થાની વેબસાઈટ WWW.DWARKADHISH.ORG માં લાઈવ નીહાળી શકાશે જેની સર્વેએ નોંધ લેવા વિનંતી છે.
-દ્વારકા એસપી પણ કોરોના સંક્રમિત
દેવભૂમિ દ્વારકા જીલ્લા પોલીસવડા સુનીલ જોશીનો કોરોના રીપોર્ટ પણ પોજીટીવ આવ્યો છે અને તેવો હાલ હોમ આઈસોલેટ થયા છે અને તેમની તબિયત સારી છે, પરંતુ સામાન્ય લક્ષણો બાદ કરાવેલ રીપોર્ટ પોજીટીવ આવ્યો છે.