દેવભૂમિ દ્વારકા:
ગત સાંજે દેવભૂમિ દ્વારકા જીલ્લાનો ચરકલા રોડ મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો કારણ હતું બે કાર વચ્ચે થયેલ અકસ્માત, દ્વારકાથી દર્શન કરી પરત ફરી રહેલ અમદાવાદના રાજપૂત પરિવારની કારને અન્ય કારે ટક્કર મારતા બન્ને કાર અથડાઈ અને જુદી જુદી દિશાઓમાં પડી હતી જેમાં 4 લોકોના મોત જયારે એક 10 વર્ષના બાળકનો આબાદ બચાવ થયો છે.પરિવાર પર આભ ફાટ્યા જેવી આ ગમખ્વાર અકસ્માતની ઘટનામાં પોલીસે નોંધેલી વિગતો મુજબ..
ચરકલા થી દ્વારકા તરફ ટુંપણી ગામની ચોકડી પહેલા હાઇવે રોડ પર આ અકસ્માત સર્જાયો હતો આરોપી સ્કોડા કંપનીની ફાબીયા જેના રજી. નંબર GJ,06,DQ, 1000 ના ચાલકે પોતાની કાર પુરઝડપે અને બેફીકરાઇથી રોડમાં આમ તેમ કાવા મારતી ચલાવી સામેથી આવતી બલેનો કાર નંબર GJ, 27, BL, 7317 ને ફુલ સ્પીડમાં ધડાકાભેર ભટકાવી એક્સીડન્ટ કરી મરણજનાર રોનક વિજયભાઇ રાજપુત, ભુમીબેન જયેશભાઇ રાજપુત,મધુબેન વિજયભાઇ મારવાડી પુંજાબેન રોનકભાઇ રાજપુત એમ કુલ એક પૂરૂષ તથા ત્રણ સ્ત્રીઓને ગંભીર ઈજાઓ કરી મોત નીપજાવી તથા રૂદ્ર જયેશભાઇ રાજપુત ઉ.વ. આશરે 10 વર્ષ વાળાને ડાબા પગમાં ફેકચર જેવી ઇજા કરી નાસી ગયા સબબની ફરિયાદ નોંધાઈ છે.