Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓની તૈયારીઓ એક તરફ તંત્ર દ્વારા થઇ રહી છે, તો બીજી તરફ રાજકીય પક્ષોએ પણ તૈયારી શરૂ કરી છે, ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પંચાયત માટેના 4 લાખથી વધુ મતદારો છે ત્યારે અંતરીયાળ દૂર તેમજ નેસ વગેરે વિસ્તારોમા તો સંપર્ક કરવો પણ અઘરો છે તેમજ બીજી તરફ અનેક ગ્રામજનોને સુવિધાની પ્રતિક્ષા પણ છે..!
દ્વારકા જિલ્લાની 22 બેઠકોની એક જિલ્લા પંચાયતની ચુંટણી તેમજ 4 તાલુકા પંચાયતોની ચુંટણી થવાની છે ત્યારે જિલ્લા પંચાયત બેઠકવાર સરેરાશ સતર થી અઢાર હજાર મતદારોના સંપર્ક કરવા પડે પરંતુ ગ્રામ્ય વિસ્તારોમા છુટાછવાયા વસવાટ હોઇ દરેકના સંપર્ક થઇ ન પણ શકે બીજી તરફ મતદારોને અપેક્ષા હોય કે રાજકીય નેતાઓ આગેવાનો ઉમેદવારો મળવા આવે દ્વારકા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત જિલ્લામાં કુલ 403890 મતદારો જાહેર થયા છે અને દ્વારકા જિલ્લામાં એક જિલ્લા પંચાયતની 22 બેઠક, ચાર તાલુકા પંચાયતની 80 બેઠક છે દરમ્યાન મતદાર યાદી સુધારણા હજુ થઇ શકે તેમ હોઇ થોડા મતદાર વધશે.
– પંચાયત વિસ્તારના મતદારોમાં ખંભાળીયા તાલુકામા સૌથી વધુ
ખંભાળિયા તાલુકાના પુરૂષ 75120 સ્રી 69883 અન્ય 5 મળી કુલ 145008 મતદારો
ભાણવડ તાલુકાના 40239 પુરૂષ 37158 સ્રી 7અન્ય મળી 77397 મતદારો
કલ્યાણપુર તાલુકાના પુરૂષ 68219 અને સ્રી 62842 તેમજ અન્ય 2 મળી કુલ 132063 મતદારો
દ્વારકા તાલુકાના પુરૂષ 25490 તેમજ સ્રી 23941મળી કુલ 49431મતદારો છે.
– દ્વારકા જિલ્લાના પંચાયત વિસ્તારમા સમસ્યાઓ વધુ
દ્વારકા જિલ્લો આમ તો 2013 થી અલગ થયો ત્યારબાદ 2015 માં પંચાયત ચુંટણીઓ યોજાય હતી પરંતુ જિલ્લા પંચાયત કક્ષાએથી ગ્રામજનોના વિકાસના કામો નોંધપાત્ર સંખ્યામા થયા નથી તેમજ સતા જાળવી રાખવી સતા ફેર બદલી વગેરેમા જ રાજકીય આગેવાનોનો સમય વધુ ગયો હોઇ ખાસ કરીને ગ્રામજનોની સમશ્યાઓ હલ ન થતા એક તરફ વરસાદમા થતી પારાવાર નુકસાની ની સૌથી મોટી સમશ્યા ઉપરાંત પીવાના પાણી પાકા રોડ દવાખાનાઓ શાળાઓ બધુ અપુરતુ હોઇ લોકોને રોજબરોજની સમશ્યા સતાવે છે તેમજ વીજળી એસટી સરકારી કચેરીઓ સહિતના પ્રશ્ર્નો વચ્ચે ગ્રામજનોના ખાસ કઇ દરકાર સાથેના ખબર અંતર નિયમિત પુછાતા ન હોવાની ફરિયાદો વધુ જાણવા મળી છે અને વધુ સારવાર વધુ શિક્ષણ વગેરે માટે જામનગર કે પોરબંદર પ્રજાજનો જતા હોય છે
– સ્થાનિક સ્વરાજમા લોકોની અસુવિધા ચુંટણીમાં અસર બતાવે
એકંદર દ્વારકા જિલ્લાના ગામડાઓમા વિકાસ ખુબ બાકી છે નહી તો સ્થાનિક સ્વરાજમા લોકોની સ્થાનિક માંગ પુરે પુરી સંતોષાઇ જવી જ જોઇએ પરંતુ સો ટકા નહી તો સાઇઠ થી સીતેર ટકા જેટલી પણ ગ્રામજનો ને સંતોષ થાય તેટલો વિકાસ નથી અને પાયાની બાબતોની સવલત જ ન મળે તો લોકોને કેવી હાલાકી પડે? તે સમજી શકાય અને તે અસર ચુંટણીમા જોવા મળે તે સ્વાભાવિક છે.