Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
જુની એસ્સાર ઓઇલ લીમીટેડ વાડીનાર હવે NAYARA એનર્જી લીમીટેડનુ ઉત્પાદન વધારવા જાય છે ત્યારે સૌથી મહત્વનો મુદો એ છે કે મરીન નેશનલ પાર્કના વર્ષ 2017 ના રિપોર્ટ મુજબ ઇકો સેન્સેટીવ ઝોન માં કોઇપણ પ્રકારનુ પ્રદુષણ ફેલાવતા પ્રોજેક્ટ માટે મંજુરી આપવામાં આવતી નથી અને પ્રદુષણ ન ફેલાવતા પ્રોજેક્ટને પણ ઓછામાં ઓછુ 50 મીટર ગ્રીન બેલ્ટ સાથે મંજુરી આપવાની જોગવાઇ છે ત્યારે આ NAYARA એનર્જીને ઉત્પાદન વધારવા પ્રોજેક્ટ વિસ્તૃતિકરણ ની મંજુરી મળશે એ કેવી રીતે કાયદાકીય ન્યાયી બનશે?? આ બાબત તો અદાલતમાં પણ બાદમા પડકારી એક્સપાન્શન અટકાવી શકાશે જામનગર દ્વારકા જિલ્લાનો આ દરિયો અને લગત કચ્છનો અખાત દરિયાઇ જીવસૃષ્ટી અને વનસ્પતિ સૃષ્ટીનો ખજાનો છે.
તેમજ મરીન નેશનલ પાર્ક તેમજ મરીન અભયારણ્ય છે તેમ છતા કંપનીએ તો કાળજી ન લીધી પ્રદુષણ બોર્ડ અને મરીન ફોરેસ્ટ વિભાગે પણ કાળજી ન લીધી તેવી ગંભીર રજુઆત અને આક્ષેપો ઠેર-ઠેર થી થઇ રહ્યા છે ઓલ ઇન્ડીયા સુન્ની મુસ્લીમ વાઘેર સમાજ ના પ્રમુખ એડવોકેટ હારૂન પાલેજાએ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટરને વિવિધ 84 મુદાઓની વિસ્તૃત રજુઆત અને એક્સપાન્સન સામે વાંધા રજુ કરતા વધુમાં જણાવ્યુ છે કે આ કંપનીની બેદરકારીના કારણે સીંગલ બોઇંગ મુરીંગ ના ઓઇલ દરિયામા ઢોળાય છે જેથી દરિયાઇ પાણી બગડે એટલા વિસ્તારમા ઓક્સીજન સહિતના વાયુનુ આવાગમન બંધ થાય અને જીવસૃષ્ટી તેમજ વનસ્પતિ સૃષ્ટી નાશ પામે છે, એથી પણ ગંભીર રીતે પેટ્રોલીયમ હાઇડ્રોકાર્બનના ઉત્પાદન વેસ્ટ વગેરેના કારણે દરિયામા મળતી મેંગૃવ્સ કોરલ્સ સહિત દરિયાઇ સૃષ્ટી નાશ પામે છે.
તેવુ રીવ્યુ ઓફ સ્ટેટસ ઓફ મરીન નેશનલ પાર્ક જામનગર એન્ડ ઇવોલ્વીંગ વીઝન સ્ટેટમેન્ટ ફોર મેનેજમેન્ટ ઓફ મરીન નેશનલ પાર્ક ના રિપોર્ટમાં દર્શાવાયુ છે પરંતુ આવા રિપોર્ટ તો ધુળ ખાય છે તેના ઉપરથી કોઇ પગલા ક્યારેય લેવાતા નથી તેવો પર્યાવરણ વિદોનો અભિપ્રાય અને આક્ષેપ છે, દરિયામાં ચાલતા ટગ વેસલ્સ થી ગરીબ માછીમારોની ઝાળ ટુટે છે તેના વળતર મળતા નથી આ ઇકો સેન્સેટીવ ઝોનના સંરક્ષણની બાંહેધરી નથી દરિયાના સંરક્ષણના નિયમોના પાલન નથી જહાજોની ગતિ વધુ હોઇ જીવસૃષ્ટીના નુકસાન બાબતે કોઇ સ્પષ્ટતા નથી માછીમારોના નુકસાન અને આજીવિકા ઉપર પડતી તરાપ નુ કોઇ વળતર નથી ઉપરાંત ઔદ્યોગીક પ્રવૃતિ વધે ને પ્રદુષણ ઘટે…..!!!! તેવા વાહિયાત મુદા સ્પષ્ટ કરવા તેમજ નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઓશનોગ્રાફી ગોવા દ્વારા જે માપદંડ સુચવાયા છે તે માપદંડ મુજબ આ કંપનીની કાર્યવાહી સમજાવવામા આવે તેવી માંગણી પણ કરાઇ છે.
-માછીમાર વિકાસ માત્ર સપના નહી દેખાડે ને??
આ કંપની દ્વારા માછીમારોના વિકાસ માટે રકમ ખર્ચે તે જરૂરી હોવાનુ વાંધા સુચનમાં દર્શાવાયુ છે તે માત્ર સપના તો બની નહી રહેને ?? એવા પણ પ્રશ્ર્નો ઉઠ્યા છે કેમકે બોટ સહાય માછીમાર સહાય શિક્ષણ સહાય નોકરી માટે તક વગેરે માટે પાંચ વર્ષમાં પાંચ કરોડના ખર્ચ કરવામાં આવે તે જરૂરી છે તેમ રજુઆતમાં દર્શાવ્યુ છે તો અત્યાર સુધી તો કંઇ કર્યુ નથી તો હવે શું કરશે?? અગાઉ પણ વિસ્તૃત પ્રોજેક્ટમાં જુના નામની કંપની એસ્સારે ઘણા આંબા આંબલી દર્શાવેલ છે છતા તે મુજબ લોકોને કોઇ ખાસ ફાયદો થયો નથી.