Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
જામનગર પાસે દ્વારકા જિલ્લાના વાડીનારમાં કાર્યરત એસ્સાર રીફાઇનરી અને હવે વિદેશીઓને વેચતા NAYARA એનર્જી કાર્યરત છે તે કંપની તેનુ ઓઇલ રીફાઇનરીનુ ઉત્પાદન બમણાથી વધુ કરવા જઇ રહી છે ત્યારે દરેક બાજુથી આ કંપની સામે ફરીથી વિરોધનો સુર ઉઠ્યો છે અને વાંધા અરજીમાં ઓલ ઇન્ડીયા સુન્ની મુસ્લીમ વાઘેર સમાજના પાલેજા હારૂને જણાવ્યુ છે એક તો અત્યાર સુધી આ કંપનીની આજુ-બાજુ કંઇ વિકાસ થયો નથી નુકસાન થયુ છે અને હજુ ઉત્પાદનનુ પ્રમાણ વધશે તો વધુ નિકંદન થશે તેમ મુદાસરની વાંધા અરજીમાં દર્શાવાયુ છે અત્રે ઉલ્લેખનીય છે વિસ્તરણની પર્યાવરણીય સુનાવણી મુલતવી રાખવા સહિત અનેક વાંધા સુચનો તો આવ્યા છે તે દરેકને સંતોષ થાય તેવી રીતેની ખાત્રી જવાબદાર તંત્ર આપી શકશે?કે અગાઉ અમુક કિસ્સાઓમા થયુ છે તેમ વાંધાઓ સાઇડમા રાખી દરખાસ્ત આગળ ધપી જશે? આવા સવાલ અનેક જાણકારોમાં હોવાથી અત્યારથી જ જરૂર પડે તો લીગલ ઓપીનીયન લઇ કાનુની લડત આપવાની તૈયારી થઇ રહી હોવાનુ જાણવા મળ્યુ છે,
આ વાંધામાં જણાવ્યા મુજબ આ કંપનીની 10 કિમીની ત્રિજયામાં ટોટલ 42.5 ટકા વસ્તી અભણ છે. જેથી આ વિસ્તારમાં આ પ્રોજેકટ કે જે એસ્સારના નામે ભૂતકાળમાં આવેલ હતો તેના આવવાથી શૌક્ષણિક લાયકાતમાં કોઈજ વધારો થયેલ નથી અને સ્થાનિક રહેવાસીઑનો કોઈ વિકાસ થયેલ નથી. ઉપરથી કંપની 2275 હેકટરમાં જમીન ધરાવે છે. અને અત્યારે 1171 હેકટરમાથી 410 હેકટરમાં પ્લાન્ટેશન કરવામાં આવેલ છે એમ બતાવે છે જે ખૂબ ખોટું છે. હાલમાં ફકત 250 હેકટર કે જે રોડને લગત વિસ્તાર છે. ત્યા જ પ્લાંટેશન થયેલ છે. આમ કંપની પ્લાંટેશન કરવા બાબતે તદન નિષ્ફળ રહેલ છે. કે જે પ્રદૂષણ રોકવા માટે જરૂરી જયા સુધી પ્લાંટેશન યોગ્ય રીતે પૂરતી જ્ગ્યામાં નહીં રોપવામાં આવે ત્યાં સુધી કંપની પાસે બેંક ગેરંટીની રકમ લેવામાં આવે એવી પ્રબળ માંગણી પણ કરાઇ છે સાથે સાથે NAYARA કંપની એ બતાવેલ પ્લાન્ટની પૂર્વ તેમજ ઉતર બાજુ એ કોઈ પણ જાતમાં ઝાડ અને પ્લાન્ટેશન જોવા મળતું નથી ફકત છૂટા છવાયા કુદરતી રીતે ઉગેલા ગાંડા બાવળ જોવા મળે છે. આમ કંપનીએ વૃક્ષારોપણ બાબતે ખોટી વિગતો રિપોર્ટમાં આપેલ છે જે ગેરકાનુની બાબત ગણી શકાય છે,
તેમજ કંપનીએ ગૌચરની જમીન પર દબાણ કરેલ છે ગૌચરના અમુક સર્વે નંબર પર ગેરકાયદેસર રીતે કબ્જો કરી દીધેલ હતો તે ગામ લોકોએ પોતાની મહેનતથી દૂર કરેલ છે તેમ છતાં આજે પણ સાર્વજનિક રીતે ઉપયોગમાં લેવામાં પશુઓના ચરણની જ્ગ્યા કંપનીની દીવાલ અંદર આવી જાય છે. તેથી કંપની સામે જમીન હડપી લેવાનો કેસ દાખલ કરવા અમારી માંગણી કરાઇ છે આ પેટ્રોકેમિકલ રિફાઇનરીની પાસે તેમજ તેની આજુ-બાજુ આવેલા ગામોમાં આ પ્રોજેકટને લીધે થતાં હવા પાણી અને કચરાના પ્રદૂષણને લઈને ઘણી ગંભીર અસરો થયેલ છે, કાળા ધુમાડા અને કંપનીમાથી ઉડતા કચરાને લીધે ખેડૂતોને ખેતીમાં ઉત્પાદન ઓછું મળે છે. સતત ઝેરી કેમિકલ તેમજ પ્રદૂષકોને લીધે ખેડૂતો અને સલાયા વિસ્તારના લોકોની મહામૂલી જમીનની પણ ફળદ્રુપતા ઓછી થયેલ છે. આ પ્રદૂષણને લીધે સ્થાનિક લોકોએ પોતાનું જીવન જીવવું અઘરૂ થયેલ છે.
હાલના આ પ્રોજેકટને લીધે સ્થાનિક લોકોએ બેરોજગારિનો સામનો કરવો પડ્યો છે અને ભણેલા ગણેલા છોકરાઓ આજે રોજગાર માટે દરદર ભટકી રહ્યા છે. સ્થાનિકો લોકોની ઉપેક્ષા અને તેની સાથે મસલત કર્યા વિના કંપનીના શાસકો અને અધિકારીઑ પોતાની રીતે નિર્ણય લઇ રહ્યા છે તેમજ મનમાંની કરી રહ્યા છે આમ સ્થાનિક લોકોની અવગણનાને લીધે જે વિકાસ લોકોનો થવો જોઈતો હતો તે થયેલ નથી યુવાનો અને શિક્ષિત લોકોને રોજગારી તકલીફ ઊભી થયેલ છે ઉપરથી કંપનીમાંથી નીકળતા સલ્ફર અને નાઇટ્રોજનના ધુમાડા ગામો પર પથરાતા ગામમાં રહેતા લોકો સાથે પશુધનનુ આરોગ્ય પણ જોખમાયું છે. આવી અનેક ગંભીર બાબતો વ્યવસ્થિત ન થાય ત્યા સુધી માત્ર સુનાવણી જ નહી કંપની નુ કામ પણ બંધ રાખવા માંગણી થઇ છે
-બેકાબુ પ્રદુષણથી જીવલેણ રોગના ભોગ બનતા લોકો-તંત્ર મુકપ્રેક્ષક
આ વાંધા અરજીમા્ વધુમાં જણાવ્યુ છે કે આ કંપનીમાંથી સતત નીકળતા ધુમાડાને લીધે સ્થાનિક ગામના લોકોમાં દમ અસ્થમા અને કેન્સર જેવી બીમારીઓ દિન પ્રતિદિન વધી રહી છે. વાડીનાર તેમજ સમગ્ર વિસ્તારમાં આરોગ્યની ગંભીર સ્થિતિ નિર્માણ થઈ રહેલ છે. બીમારીઓ વધવાને લીધે લોકો ખર્ચ પણ વધી રહેલ છે. આ પ્રદૂષણ સમુદ્રમાં એસિડિક પદાર્થોનું પ્રદૂષણ વધે છે. આ બાબતે ઇ આઈ એ રિપોર્ટ માં કોઈજ ચર્ચા કરવામાં આવેલ નથી અભ્યાસ મુજબ આજુબાજુ આવેલા ગામોમાં કેન્સરની બીમારી વધી રહી છે. કેન્સરથી મૃત્યુ પામનારાઓની સંખ્યા વધી છે. અને આ કેન્સર થવાનું કારણ શોધવા માટે સરકારના આરોગ્ય વિભાગને આરોગ્ય વિભાગને આરોગ્યનો સર્વે કરવા એટલે રજુઆત કરાઇ છે કે આજુબાજુના લોકોનું માનવું છે કે કંપનીના પ્રદૂષણને લીધે લોકોને કેન્સર થઈ રહ્યું છે. સતત પ્રદૂષણ ઓકતી કંપની માથી નીકળતા ઝેરીલા વાયુના લીધે નાના બાળકો પર પણ ખૂબ વિપરીત અસર થયેલ છે. કંપની આજુબાજુ આવેલા ગામોમાથી લોકો એ જામનગર રહેવા જવું પડે છે. કે તેમણે વિસ્થાપિત થવું પડે છે.
અને કંપની નીકળતા પ્રદૂષકોની માત્રાની કોઈ પણ જાણકારી સ્થાનિક લોકોને આપવામાં આવતી નથી કે થનાર ગંભીર પ્રદૂષણ સામે બચાવના ઉપયોગો પણ ગામવાળાને બતાવવામાં આવતા નથી સરકારી રેકોર્ડ કોઈ પ્રદૂષણ છે. એ વાત સ્વીકારવામાં પણ આવતી નથી તેનાથી ખરેખર હકીકત શું છે. એ સ્થાનિક લોકોને આજદિન સુધી જાણવામાં આવેલ નથી જાણકારીના અભાવે સ્થાનિક લોકોએ પોતાના આરોગ્યને બચાવવા શું પગલાં લેવા તે પણ નક્કી ન હોવાથી ગંભીર રીતે અસરગ્રત ગામ લોકો હજુ પણ મોતના મુખના ધકેલાઇ જવા મજબૂર બન્યા છે. અને આ પ્રદૂષણની સાચી માત્રા જાહેર ના થવાના લીધે પ્રદૂષણ નિવારણ માટેના ઉપાયો પણ કંપની કરતી નથી અમે માહિતી કે ખરી હકીક્ત ના આભાવે લોકો સરકારમાં પણ કોઈ રજૂઆત કરી શકતા નથી તેથી હવા પ્રદૂષણની સાચી વિગતો જાહેર થઇ જ નથી વળી સમ ખાવા પુરતુ પ્રદુષણ નિયંત્રણ બોર્ડે ઝાંખર ગામમાં તેમજ આજુબાજુના ઝાડપાન પર હવા પ્રદૂષણ મુદે કંપનીને નોટિસો પણ ફટકારેલ હતી પરંતુ પ્રદૂષણ હજુ સુધી ઓછું થયેલ નથી
-પ્રદુષણ વિભાગની ચકાસણી નર્યા નાટક
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી અને માર્ચ 2018 દરમિયાન કંપનીમાથી ફેલાતા હવા પ્રદૂષણોની તપાસની કરવામાં આવી હતી જે તાપસણીમા ખૂબ મોટી ખામીઓ અને ગેરરીતિઓ જણાય આવેલ હતી કંપની પોતાના પ્રદૂષણ નિયંત્રણ માટેના સાધનો અને સિસ્ટમને યોગ્ય રીતે ચલાવતી નહોતી 17 જેટલી મોટી ચીમનીઓમથી 13 જેટલી ચૂંટણીઓમા હવા પ્રદૂષણના સાધનો અને ચકાસણીના સાધનો યોગ્ય રીતે કામ નહીં કરતાં હોવાથી વિગતો સામે આવી હતી જે સંદર્ભે જે સંદર્ભે કંપનીને તારીખ 26 ડિસેમ્બર 2018 ના નોટિસ પાઠવીને કંપની ની સામે પગલાં ભરવાની ચીમકી આપવામાં આવી હતી અને 61 લાખ 20 હજાર રૂપિયા પણ સરકારમા જમા લેવામાં આવેલ છે. કંપનીએ નિયત ધારાધોરણ પ્રમાણે હવા પ્રદૂષણ માપવા માટે ઓનલાઈન મોનિટરિંગ સિસ્ટમ 6 જગ્યાએ લગાવવાની હતી અને એક મોબાઈલ મોનિટરિંગ વન પણ મૂકવાની હતી પંતૂ આવી મોટી કંપની કે જે 200 લાખ મેટ્રિક ટન જેટલું ઓઇલ રિફાઇનરી કરવાની ક્ષમતા ધરાવે છે. તે બેદરકારી કરતી હતી હવા પ્રદૂષણની માત્રા માપવાના સાધનો ના લગાવવાની બાબત એ ખૂબ ગંભીર બાબત છે. અને કંપની આ બાબતે ચિંતિત હોય એવું લાગતું નથી તેથી ન્યારા એનર્જી લિમિટેડ હવા પ્રદૂષણ નિયંત્રણ માટેના સાધનો લગાવે અને તેને ચલાવે તે જરૂરી છે. તદુપરાંત હવા પાણી માપણી સાધનોની યોગ્ય રીતે ચકાસણી કરવા માંગણી ઉઠી છે .