Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
ગ્રામીણ પ્રજાને સારા રસ્તા અને બ્રિજ આપવાની સુવિધા સાથે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના સરકાર અમલમાં લાવી છે. પરંતુ અધિકારીઓના પાપે આ યોજના ગામેગામ બદનામ થઈ રહી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. જામનગર જિલ્લા ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સરકાર દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાના હેઠળ આ ફંડનો બેફામ દુરુપયોગ થઈ રહ્યો છે. જેમાં ભાણવડ ચોખંડાથી જોગરા સુધી સરકાર દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રસ્તો તથા બ્રિજના કામ માટે અંદાજે બે કરોડ ઉપરનો ફંડ ફાળવેલ છે. પરંતુ આ કામ ઠેકેદાર પોતાની રીતે તમામ નિયમો નેવે મૂકીને કરતા હોવાનું ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે,
મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ આ કામમાં જોગરા નદી પર માઈનોર બ્રીજ બનાવવા આવી રહ્યો છે. આ કામમાં રેતીના બદલે ધૂળવારી રેતી વાપરવામાં આવે છે અને R.C.C. કામ પણ નબળું કરવામાં આવી રહ્યું છે. આ કામ પર અધિકારીઓ હાજર ન રહેતા ટેકેદાર પોતાની રીતે મન ફાવે તેમ આ બ્રિજનું કામ આડેધડ કરતા હોવાનું આક્ષેપ થઈ રહ્યો છે અને અધિકારીની દેખરેખ વગર જ આ કામ ગોબાચારી આચરવામાં આવતી હોવાની ફરિયાદ ઉઠી છે,
આમ સરકાર દ્વારા વિકાસ માટે લાખો રૂપિયાનું ફંડ વાપરતી હોવાના દાવા વચ્ચે વાસ્તવિક પરિસ્થિતિ એ છે કે અધિકારીઓ અને ઠેકેદારોના કારણે મુખ્યમંત્રીના નામ સાથે જોડાયેલ આ યોજના હાલ તો ભારે બદનામ થઈ રહી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.