mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકાના સલાયા અને વડત્રા ગામે થી બોગસ તબીબ ઝડપાઈ જવાના કિસ્સાઓ તો હજુ હમણાં ના જ છે,ત્યાં જ વધુ એક વખત ખંભાળિયા પો.સ્ટે ના ઇન્ચાર્જ પી.આઈ.એ.બી.જાડેજા અને તેની ટીમે ગતરાત્રીના ખંભાળીયામાં પોતાના ઘરમાં જ તબીબ ના હોવા છતાં પણ દર્દીઓની સારવાર કરતાં એક બોગસ તબીબ ને ઝડપી પાડ્યો છે,
જે પણ બોગસ તબીબ ઝડપાય છે તેની હિસ્ટ્રી ખુબ રોચક હોય છે,તે જ રીતે ઝડપાયેલ બોગસ તબીબની હિસ્ટ્રી પણ જાણવા જેવી છે,ઝડપાયેલ બોગસ તબીબ વિજય મથુરદાસ ગોંદિયા જે ખંભાળિયાની જડેશ્વર સોસાયટીમાં વસવાટ કરે છે તે રહેણાક મા જ પોતાની બોગસ દવાખાનાની હાટડી પણ છેલ્લા કેટલાક સમયથી ચલાવતો હોવાનું સામે આવ્યું છે,
આ કિસ્સામાં સૌથી ગંભીર બાબત કોઈ હોય તો તે બાબત એ છે કે ઝડપાયેલ બોગસ તબીબ વિજય ગોંદિયા રાજ્યસરકારના આરોગ્યવિભાગમાં જ ફરજ બજાવે છે,ઉપરાંત વધુ પૈસા મેળવવા માટે તે બોગસ ક્લીનીક પણ ચલાવતો હોવાનું પોલીસને જાણવા મળ્યું છે,જે રીતે વિગતો મળી રહી છે તે પ્રમાણે ઝડપાયેલો વિજય જીલ્લા મેલેરિયા શાખામાં ફરજ બજાવે છે અને સમગ્ર જીલ્લામા આવેલ સરકારી દવાખાનાઓમાં દવાઓ પહોંચાડવાની જવાબદારી તેની હોવાનું પણ આરોગ્ય વિભાગના સુત્રો જણાવે છે,
ઝડપાયેલો બોગસ તબીબ દર્દી દીઠ ૫૦ રૂપિયાની ફી વસુલતો હતો,અને છેલ્લા કેટલાક સમયથી સરકારી નોકરી ની સાથે સાથે તેને તબીબીની પ્રેક્ટીસ પર પણ હાથ અજમાવ્યો હતો પણ અંતે ખંભાળિયા પોલીસ દ્વારા તેનો ભંડાફોડ કરી નાખવામાં આવ્યો છે,
સરકારી દવાના ઉપયોગની આશંકા..?
ઝડપાયેલા આરોગ્યવિભાગનો કર્મચારી અને બોગસ તબીબ એવા વિજયને ઘરેથી ઝડપી પાડ્યા બાદ તેની પાસેથી મોટીમાત્રામાં દવાઓનો જથ્થો પણ મળી આવ્યો છે,જેમાંથી કેટલીક દવાઓ સરકારી દવાઓ હોવાની આશંકા ને આધારે પોલીસ તે બાબતે પણ ઊંડાણપૂર્વક ની તપાસ ચલાવી રહી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.