mysamachar.in-દેવભૂમિદ્વારકા
અરબી સમુદ્રમાં ગત તા.૨૪ અને ૨૫ મે ૨૦૧૮ના આવેલા તોફાનમાં ૧૭ જેટલા વહાણો ડૂબી ગયા હતા જેમાં તોફાન શાંત પડતાં ઓમાનના સલાલા બંદર નજીક ૭ વહાણ ડૂબ્યા હતા જેમાંથી એક વહાણને કાઢી લેવામાં આવ્યું હતું ત્યારે બીજા વહાણ કાઢવાના સમારકામ સમયે દેવભૂમિ દ્વારકા જીલ્લાના સલાયાના ૪ ખલાસીઑનું દરીયામાં વહાણના નીચેના ભાગે ડૂબી જતાં મોત નિપજતા સલાયા માછીમાર સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે,
અરબી સમુદ્રમાં વાવાઝોડાથી ફંટાયેલા ૭ વહાણો ઓમાનના સલાલા બંદર નજીક ગરક થઈ ગયા હતા જેમાં એક વહાણને બહાર કાઢીને સલાયા તરફ રવાના કરવામાં આવ્યું હતું ત્યારે બીજું વહાણ વલિદને ક્રેઇનની મદદથી બહાર કાઢીને વહાણમાં ભરેલા પાણી પંપ વડે બહાર કાઢતા તે સમયે નીચે કૂટ વાલ્વ ફિટ કરવા એક ખલાસી ગયો હતો પરત ન ફરતા વહાણની નીચે અન્ય ત્રણ ખલાસી ગયા હતા જ્યાં ગેસના ગૂંગણામણથી સલાયાના કિશન ટિંબરા તેનો ભાઈ અક્ષય ટિંબરા અને મોસીન કેર તેમજ હમીદ મોદી સહિત ચારેય ખલાસીઓના મોત નિપજ્યાં હતા,
ઇંડિયન સૈલિંગ વેસલ્સ એસોસીએસનના સેક્રેટરી અને સલાયાના આદમ ભાયાએ વધુમાં જણાવ્યુ હતું કે સલાયાના આ ચારેય યુવાનોનું ઓમાનની હોસ્પિટલ ખાતે પી.એમ.કરીને બોડીને કોલ્ડ સ્ટોરેજમાં રાખી દેવામાં આવી છે અને આ ચારેય યુવાનની બોડીને સલાયા ખાતે લઈ આવવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
સલાયાના વતની એવા ચારેય ખલાસીઓના મોતના સમાચારથી સમગ્ર સલાયામાં શોકનું મોજું ફરી વળ્યું છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.