mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
ખંભાળીયા નજીક પ્રદૂષણ ફેલાવતા બોકસાઇટના યુનિટ સામે વારંવાર આસપાસના ખેડૂતોની ફરિયાદ ઉઠ્યા બાદ કોઈપણ જાતના પગલાં ભરવામાં ન આવતા અંતે ગાંધીનગર સુધી ફરિયાદ થયા બાદ સ્થાનીક પ્રદૂષણ બોર્ડ હરકતમાં આવીને આ પ્રદૂષણ ફેલાવતા બોકસાઇટના યુનીટને સીલ કરવાની કાર્યવાહી કરી છે,ત્યારે આજુબાજુના અન્ય બોકસાઈટ યુનિટ ધારકોમાં પણ ફફડાટ ફેલાયો છે,
જીપીસીબીના અધિકારી સૂત્રેજાના જણાવ્યા પ્રમાણે દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ખંભાળીયા નજીક આવેલ ગજાનંદ બોકસાઈટ યુનિટ હવામાં પ્રદૂષણ ફેલાવતું હોવાની આજુબાજુના વિસ્તારના ખેડૂતોની વ્યાપક ફરિયાદ ઉઠી હતી અને આ યુનિટ સામે કાર્યવાહી કરવા છેલ્લા ઘણા સમયથી પગલાં ભરવાની માંગણી સાથે ગાંધીનગર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં ફરિયાદ પહોંચી હતી,
જેના પગલે ગાંધીનગરથી બોકસાઇટના આ યુનિટ સામે કાર્યવાહી કરવાના આદેશ છૂટ્યા બાદ જામનગર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ દ્વારા ખંભાળીયા ખાતે દોડી જઈને ગજાનંદ બોકસાઈટ નામના યુનીટને સીલ કરીને જરૂરી કાર્યવાહી કરી હતી.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.