my samachar.in-દેવભૂમિદ્વારકા:
છેલ્લા ઘણા સમય થી પીવાના પાણી ની સમસ્યાનો સામનો કરી પીવાનું પાણી નિયમિત આપવા બાબતે વારંવાર રજુઆત કરવા છતાં પીવાનું પાણી ના મળતા દ્વારકા ના સિનિયર સીટીઝન એ આજે પ્રાંત કચેરી ખાતે કેરોસીન છાંટી જીવ દેવાનો પ્રયાસ કરતા થોડીવાર પૂરતી કચેરી માં નાસભાગ મચી જવા પામી હતી અને તાકીદે હાજર સ્ટાફ સહીત ના લોકો એ વૃદ્ધ ના હાથ માં થી કેરોસીન ભરેલ બોટલ આંચકી ને બચાવી લીધા હતા,
દ્વારકા ટીવી સ્ટેશન વિસ્તાર માં છેવાડે રહેતા જયસુખભાઇ પંડ્યાના ઘરે છેલ્લા ઘણા સમય થી નગરપાલિકાની પીવાના પાણી ની લાઈન મારફત પીવાનું પાણી પહોંચતું ન હોવાથી વિપ્ર પરિવાર પીવાના પાણીની સમસ્યાથી ભારે દુઃખી હોવાથી આજે જયસુખભાઇ પંડ્યા દ્વારકા પ્રાંત કચેરી ખાતે દોડી જઈ ને પીવાના પાણી ના પ્રશ્ને કેરોસિન છાંટી ને આપઘાત કરવાનો પ્રયાસ કરતા પ્રાંત અધિકારી જાડેજા પણ બહાર દોડી આવ્યા હતા અને વૃદ્ધ ને સમજાવી ને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો,
આ મામલે તંત્ર શું કહે છે…
પ્રાંત કચેરી ખાતે બનેલ આ ઘટના અંગે my samachar.in દ્વારા ચીફ ઓફિસર દ્વારા એસ.બી.ડુંડીયા નો સંપર્ક કરવામાં આવ્યો ત્યરે તેમણે જણાવ્યું કે ટીવી સ્ટેશન વિસ્તાર માં રહેતા જયસુખભાઈ પંડ્યાના ઘરે પીવાના પાણી ની સમસ્યા હોવાથી નગરપાલિકા દ્વારા બોર કરી હેન્ડપંપ ની સુવિધા ઉપરાંત ઘર પાસે પશુ માટે તેમજ પીવાના પાણી માટે ટાકા બનાવી આપ્યા છે અને જરૂર પડ્યે ટેન્કર થી પણ જયસુખભાઇ ના ઘરે પાણી આપવામાં આવે છે,
પરંતુ જયસુખભાઇ પંડ્યા ૨૦૧૪ માં નગરપાલિકા માં આવીને હંગામો કરતા પોલીસે ફરિયાદ નોંધાઈ હતી ત્યાર બાદ ૧૭ માર્ચ ૨૦૧૭ ના રોજ નગરપાલિકાની ચાલુ સામાન્ય સભામાં આવીને હંગામો કરી નગરપાલિકાના સભ્યો ને ધમકી આપતા ફરીથી પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને સામાન્ય સભામાં ઠરાવ કરીને જયસુખભાઇ પંડ્યાને નગરપાલિકા તરફ થી કોઈ સુવિધા ન આપવનો નિર્ણય કરાયો હતો છતાં તેમને પાણીની સુવિધા આપવામાં આવી રહી છે તેવી વાત કરી હતી.