mysamachar.in-દેવભૂમિદ્વારકા:
ચારધામોમાં નું એક યાત્રાધામ દ્વારિકા માં સરકારી હોસ્પિટલના તબીબ સહિતના સ્ટાફ ની માનવતા મરી પરવારી હોવાનો એક કિસ્સો સામે આવતા ચોતરફ થી ફિટકાર વરસી રહ્યો છે..આખાય ઘટનાક્રમ પર નજર કરવામાં આવે તો દેવભૂમિદ્વારકા ના ભીમરાણા ગામે રહેતા અને ઘરકામ કરતાં રાણીબેન પાલાભા સુમણીયા ના પતિ પાલાભા નું મોટરસાયકલ તારીખ ૧૩મેં ૨૦૧૮ નારોજ મકનપુર ના પાટીયાથી મીઠાપુર હાઈવે તરફ જતા રસ્તા પર સ્લીપ થઇ જતા તેને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત સારવાર અર્થે દ્વારકા સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવવામાં આવ્યા હતા…
જ્યાં ફરજ પર હાજર તબીબો એ ઘાયલ પોલાભાની સારવાર કરવાને બદલે દ્વારકા સરકારી હોસ્પિટલ ના તબીબ ડો.ઘેડીયા અને હોસ્પિટલના નર્સ લાભુબહેન એ ફરિયાદી બેનના ઘાયલ પતિ પાલાભા ને યોગ્ય સારવાર ના આપી અને હાયર સેન્ટરના મોકલવા ઉપરાંત દ્વારકા સરકારી હોસ્પિટલના કર્મચારીઓ દ્વારા ઈજાગ્રસ્ત પાલાભાને હોસ્પિટલ બહાર આવેલ છાપરી નીચે મૂકી આવવાનું કહી દેતા પાલાભાને યોગ્ય સારવાર નહિ મળવાથી ઈજાગ્રસ્ત બનેલા પાલાભાએ છેવટે દમ તોડી દીધો હતો…
બે માસ પૂર્વે ની આ ઘટનામાં પ્રથમ દ્વારકા પોલીસએ અકસ્માતે મોતનો ગુન્હો નોંધી અને પરિવાર દ્વારા તબીબોની બેદરકારી અંગે થયેલ આક્ષેપોની તપાસ કરવામાં આવી રહી હતી..અને તે તપાસ પૂર્ણ થતા છેવટે આ મામલે દ્વારકા સરકારી હોસ્પિટલના તબીબ ડો.ઘેડિયા અને નર્સ લાભુબેનએ દર્દીને યોગ્ય સારવાર ના આપી અને ફરજમાં નિષ્કાળજી દાખવતા પાલાભા નું મોત નીપજ્યા નું સામે આવ્યું છે..જેના આધારે મૃતક પલાભાના પત્ની ની ફરિયાદ ને આધારે સરકારી હોસ્પિટલના તબીબ ડો.ઘેડીયા ને નર્સ લાભુબેન સામે કલમ કલમ ૩૦૪ તેમજ ૧૧૪ મુજબ ગુન્હો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે…
આપણા સમાજમાં તબીબ ને ભગવાન નું સ્થાન આપવામાં આવેછે..પણ આ તબીબો જ જયારે પોતાની માનવતા નેવે મૂકી દે તો….??જે દર્દીઓ સરકારી હોસ્પિટલોમાં સારવાર લેવા જાય છે તેની હાલત કેવી કફોડી થતી હશે તે આ દ્વારકા સરકારી હોસ્પિટલ ના માનવતા ને શર્મશાર કરતાં આ કિસ્સા પરથી ફલિત થાય છે..