Mysamachar.in-જામનગર:
એક દાયકાથી પેચીદા બનેલ મનપા અને ઉદ્યોગકારો વચ્ચેના એક પ્રશ્નનો આજે સુખદ અંત આવ્યો છે, જામનગર મહાનગરપાલિકાની રાજય સરકાર ધ્વારા તા.04/10/2013 થી વધારાવામાં આવી જેમાં જી.આઈ.ડી.સી. ફેસ-2 અને ફેસ-3 નો સમાવેશ જામનગર શહેર હદમાં કરવામાં આવેલ. આ વિસ્તારોના વિકાસ અને નિભાવ અર્થે એસોશિએશન ધ્વારા આજ સુધી કાર્ય કરવામાં આવતુ અને તેનો સર્વિસ ચાર્જ એશોશિએશનના સભ્યો ધ્વારા જી.આઈ.ડી.સી.ને ચુકવવામાં આવતો હતો.
આ વિસ્તારમાં ટેક્સ અને સર્વિસ ચાર્જ એમ બન્નેનો ભારણ ઉધોગકારો ઉપર આવી જતાં એશોશિએશને ધ્વારા અન્ય મહાનગરપાલિકામાં એસોશિએશન અને મહાનગરપાલિકા વચ્ચે જે રીતે કરાર થયેલ તે રીતે જામનગરમાં પણ આ મુજબ એમ.ઓ.યુ. થવા દરખાસ્ત કરવામાં આવેલ. જે દરખાસ્ત તે જનરલ બોર્ડમાં મંજુર થતાં આજ રોજ જામનગર મહાનગરપાલિકા અને જી.આઈ.ડી.સી. પ્લોટ અને શેડ હોલ્ડર એસોશિએશન દરેડ વચ્ચે જી.આઈ.ડી.સી. ફેસ-2 અને ફેસ-3ના સબંધિત વિસ્તારના વિકાસ માટે ધોરણસર કરાર કરવામાં આવેલ.
જી.આઈ.ડી.સી. ફેસ-2 અને ફેસ-3ના ઔદ્યોગિક તથા રહેણાંક વિસ્તારોમાંથી મિલ્કતવેરો અને અન્ય વેરા તથા ચાર્જીસની થયેલ આવકમાંથી 75% આવક તેજ વિસ્તારમાં વાપરવામાં આવશે અને આ વિસ્તારના તમામ કામો માટે એક અલગથી કંપનીની રચના કરવામાં આવશે અને તમામ કામો આ કંપની ધ્વારા કરવામાં આવશે.
કંપનીના સંચાલન અર્થે જામનગર મહાનગરપાલિકા અને એસોશિએશનના નોમીનેટેડ મેમ્બરો રહેશે. કંપનીનું સંચાલન કંપની એકટ-2013 અનુસાર હાથ ધરવાનું રહેશે. જેમાં એક્ઝકિયુટીવ કમિટી અને ગર્વનીંગ કાઉન્સીલનો સમાવેશ થાય છે. આમ, છેલ્લા 10 વર્ષથી મુલત્વી રહેલા પ્રશ્નનું સુખદ નિરાકરણ થયેલ છે.આ કરાર વખતે મ્યુ.કમિશ્નર ડી.એન.મોદી સાથે આસી.કમિશ્નર ટેક્સ જીગ્નેશ નિર્મલ પણ સાથે રહ્યા હતા.






