Mysamachar.in-જામનગર:
ગત રાત્રીના કાલાવડ જામનગર હાઈવે પર મોટી માટલી ગામ નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, ઘટનામાં ત્રણ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, ટ્રેક્ટર અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકોને ઈજાઓ પહોચતા તેવોને સારવાર અર્થે જીજી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ સહીતના લોકો મોટી સંખ્યામાં પહોચ્યા હતા…
આ અંગે જાહેર થયેલ પ્રાથમિક વિગતો એવી છે કે કાલાવડ જામનગર- હાઇવે રવિવારે રાત્રે રક્તરંજિત થયો છે. મોટી માટલી પાસે કાર અને ટ્રેક્ટર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં ત્રણ લોકોના મોત નિપજયા છે. આ સાથે અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેઓને સ્થાનિકોએ તાત્કાલિક 108ને જાણ કરતા 108 ટીમના શક્તિસિંહ ગોહિલ અને સંજય દૂધરેજીયાએ સ્થળ પર પહોચી ઘાયલોને જી.જી.હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યા હતા. જામનગરમાં ગોઝારા અકસ્માતના આ સમાચાર મોડી રાત્રે મળતા જ સમગ્ર મુસ્લિમ સમાજમાં શોક જોવા મળ્યો છે.
જામનગર કાલાવડ હાઇવે પર મોટી માટલી ગામ પાસે GJ10DN7264 નંબરની કાર અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા અને 2 ગંભીર લોકોને ગ્રામજનોએ તાત્કાલિક કાઢી બચાવ કામગીરી હાથ ધરી હતી. આ જામનગર-કાલાવડ હાઇવે પર રવિવારની રાત્રે મોટી માટલી ગામ નજીક અકસ્માતની ગોઝારી દુર્ઘટના ઘટી છે. આ અકસ્માતમાં જામનગરના મસીતીયાના સૈયદ આમનશાબાપુ સિદ્દીકમિયાબાપુ મટારી સહિત ત્રણના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા.
રવિવારે રાત્રે થયેલા ગોઝારા અકસ્માતમાં મસિતિયાના પરિવારના 3 લોકોના મોતના સમાચાર મળતા જ સમગ્ર મુસ્લિમ સમગ્ર સમાજ તેમજ મસિતિયા ગામમાં શોકનો માહોલ છવાયો છે. મોડી રાત્રે જી.જી.હોસ્પિટલ ખાતે મસીતિયા ગામ અને મુસ્લિમ સમાજના અગ્રણી કાસભાઇ ખફી, ઇકબાલભાઇ ખફી (ભૂરાભાઇ), ભુટાભાઈ સહિત લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને જરૂરી વ્યવસ્થાઓ કરાવી હતી.