Mysamachar.in:જામનગર
જામનગર જિલ્લામાં આવેલાં વિવિધ જળાશયો (રાજય સરકાર, ઉંડ સિંચાઈ વિભાગ, પંચાયત હસ્તકનાં તેમજ જામ્યુકો હસ્તકનો રણજિતસાગર)માં ઉપરવાસના વરસાદને કારણે તથા ડેમ વિસ્તારમાં પડી રહેલાં વરસાદને કારણે પાણીની નોંધપાત્ર આવક ચાલુ રહી છે. આજે સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન પણ મોટાભાગના જળાશયોમાં પાણીની આવક ચાલુ રહી હતી. કંટ્રોલ રૂમ જણાવે છે કે, સસોઈ – પન્ના – ફુલઝર – રૂપાવટી – રંગમતી – વીજરખી – સપડા – વોડીસાંગ – ઉંડ 3 – ફૂલઝર-1 – કંકાવટી તથા ઉંડ 1માં આજે સવારે 6 થી 8 દરમિયાન પણ પાણીની આવક ચાલુ રહી હતી. આ તમામ જળાશયો રાજય સરકાર હસ્તકનાં છે.
આ ઉપરાંત ઉંડ સિંચાઈ યોજના (રાજય સરકાર) હેઠળનાં જળાશયો ઉંડ-2, રૂપારેલ, ફૂલઝર કોબા તથા ઉમિયાસાગરમાં પણ સવારે પાણીની આવક નોંધાવા પામી હતી. જિલ્લા પંચાયત સિંચાઇ વિભાગ હસ્તકનાં વનાણા (વેણુ -1) ડેમમાં સવારે પાણી નથી આવ્યું પરંતુ બાલંભડી ડેમમાં પાણીની આવક નોંધાવા પામી છે. આ ઉપરાંત જામનગર કોર્પોરેશન હસ્તકનાં રણજિતસાગર ડેમમાં પણ સવારે 6 થી 8 દરમિયાન પાણીની 2 ફૂટ જેટલી નોંધપાત્ર નોંધપાત્ર આવક થવા પામી છે.