Mysamachar.in-જામનગર:
જામનગરમાં આવેલ સૌરાષ્ટ્રની સૌથી એવી જીજી હોસ્પિટલ પરિસરમાં અસમાજિક તત્વોનો અડો બની ગયો હોય તેમ લાગે છે, કેટલાક તો એવા છે જે અહી દિવસ રાત પડ્યા પાથર્યા રહે છે. એવામાં સામાન્ય દર્દીઓ અને દર્દીઓના સબંધીઓ પર રૌફ મારતી હોસ્પીટલની સિક્યુરીટી હુમલા સમયે ક્યાં ગાયબ થઇ ગઈ તે સવાલ જાણકારોને મન ઉભો થયો છે, જીજી હોસ્પીટલમાં લાખોના ખર્ચ સિક્યુરીટીગાર્ડ પાછળ થાય છે ત્યારે હોસ્પિટલના દર્દીઓ અને તેના સબંધીઓની સુરક્ષા મુદે શું તેવો ચિંતિત નથી તેવો સવાલ પણ આજની ઘટનાથી ઉભો થાય છે.જો ગાર્ડની ઘટ હોય તો તે દિશામાં પણ તુરંત પગલા ભરાવવા જોઈએ
આજે ખુબ ગંભીર અને હોસ્પિટલ પરિસર માટે ખુબ શરમજનક કહી શકાય તેવી ઘટના સામે આવી છે, જ્યાં પોતાના નાનીની સારવાર માટે જી.જી હોસ્પિટલ આવેલ એક યુવક પર કેટલાક અજાણ્યા ઇસમોએ હુમલો કર્યો હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. હુમલાનો ભોગ બનનાર યુવક સિદ્ધરાજસિંહ ચુડાસમા કહે છે કે “હું ચિત્રાવડ ગામનો વતની છું અને મારા નાનીની સારવાર માટે અહી હોસ્પિટલ આવ્યા હતા, અને હું જયારે મારી ગાડી પાર્કિંગમાંથી કાઢતો હતો ત્યારે ધોકા લઈને કેટલાક લોકોએ મારી પર હુમલો કર્યો છે, હું હુમલાખોરોને કે હુમલાખોર મને ઓળખતા નથી. ચારથી પાંચ લોકો હતા અને મારી પર હુમલો કર્યો છે.”