Mysamachar.in:જામનગર
જામનગર જીલ્લાના જોડિયા પીએસઆઈએ ત્રણ રાઉન્ડ ફાયરીંગ કર્યાનો મામલો સામે આવ્યો છે, આરોપીની કારને રોકાવતા કારચાલકે પોલીસ પર કાર ચઢાવી દઈ મારી નાખવાનો પ્રયાસ કરતા પીએસઆઈએ બચાવમાં ફાયરીંગ કર્યાનું પોલીસ ચોપડે સામે આવ્યું છે.આ અંગે મળતી વિગતો મુજબ જામનગર જિલ્લાના જોડિયા નજીક ભાદરા ગામના પાટીયા પાસે ગતસાંજના સમયે મોરબી પોલીસે એક અપહરણના ગુન્હાને લઈને એલર્ટ આપ્યું હતું જેને લઈને જોડિયા પીએસઆઈ આર.ડી.ગોહિલ અને તેનો સ્ટાફ ભાદરા નજીક વોચમાં હતા તે દરમિયાન સ્કોર્પીયો કાર રજી. ન નં- GJ-36-AF-0786ની આવતા તેને રોકવાનો પ્રયાસ કરતા કારચાલક અને તેમાં બેસેલ અન્ય શખ્સે આ કાર પોલીસપાર્ટી પર ચઢાવી દઈ હત્યા નીપજાવવાનો પ્રયાસ કર્યો હતો.
જેને લઈને પીએસઆઇ આર.ડી.ગોહિલ સહિતની ટીમેં બચાવ કરવા માટે પીએસઆઈ પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરવાની ફરજ પડી હતી, અને ગાડી કેશીયા ગામના પાટીયા પાસે રોડ સાઈડના સિમેન્ટ પોલ પર અથડાય જતા પોલીસે મોરબી જીલ્લાના માળિયાના બન્ને આરોપીઓ સલીમ દાઉદ માણેક અને રફીક ગફુર મોવરને ઝડપી લીધા હતા.અને તેની પૂછપરછ હાથ ધરી હતી.ઝડપાયેલા બે શખ્સોમાંથી એક અગાઉ હથિયાર સાથે ઝડપાઈ ચુક્યો હોવાનું પણ પીએસઆઈ ગોહિલે જણાવ્યું હતું.બન્ને શખ્સોને ઝડપી પાડી વધુ પૂછપરછ સહિતની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.