Mysamachar.in:જામનગર
જામનગર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરોએ આજે જામનગર I.T.I. ખાતે આવેદનપત્ર પાઠવી અને વિદ્યાર્થીઓ માટે યોગ્ય વ્યવસ્થા કરવા આવેદનપત્ર પાઠવ્યું છે. એબીવીપી કહે છે કે સંસ્થાની તમામ બિલ્ડીંગ તેમજ સંપૂર્ણ કેમ્પસમાં સાફ-સફાઈ કરવામાં આવતી નથી જેના કારણે વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં અગવડતા ઉભી થઈ છે તેમજ અપૂરતી સફાઈને કારણે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર થઈ છે I.T.I માં આવેલ તમામ બાથરૂમ વિદ્યાર્થીઓ માટે ખોલવામાં આવે તેમજ યોગ્ય સાફ-સફાઈ કરવામાં આવે
I.T.I માં આવેલ ફાયર સેફ્ટીના તમામ સાધનોની એક્સપાયરી તારીખ પૂરી થઈ ગયેલ છે છતાં બદલવામાં આવેલ નથી. I.T.I ની આવી બેદરકારીના લીધે વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં ક્યારેક મુકાઈ શકે છે તો I.T.I માં ક્લાસ રૂમમાં પૂરતા પ્રમાણમાં બેન્ચની પણ વ્યવસ્થા નથી. અરે ત્યાં સુધી કે કેમ્પસની અંદર પીવાના પાણી વ્યવસ્થા જ નથી તે કરવામાં આવે તેવી માંગ વિદ્યાર્થી સંગઠન એબીવીપી દ્વારા કરવામાં આવી છે.