Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના ગોલીટા ગામે એક ખેડૂતે આપઘાત કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. ધ્રોલ પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ મૂળ જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના ગોલીટા અને હાલ રાજકોટના મવડી ચોકડી નજીક વસવાટ કરતા નવલભાઈ આયદાનભાઈ બાળા નામના 44 વર્ષીય ખેડૂતે ખેતીમા વર્ષ નબળુ ગયેલ હોય અને સારી ઉપજ મળેલ ના હોય જેથી રીક્ષા ડ્રાઇવિંગ કરવાનું શરુ કર્યું હતું છતા આર્થિક તંગી રહેતી હોય અને સતત પરીવારની ચિંતાને લીધે પોતે પોતાની જાતે ગોલીટા ખાતે આવેલ વાડીએ આંબલીના ઝાડ સાથે સુતરના દોરડા વડે ગળેફાંસો ખાઈ અને જિંદગી ટૂંકાવી દેવાની ઘટનાથી પરિવાર પર આભ તૂટી પડ્યાની પરિસ્થિતિ છે.