Mysamachar.in:જામનગર
જામનગર કલેકટર ( જિલ્લા મેજિસ્ટ્રેટ) દ્વારા બહાર પાડવામાં આવેલાં જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે, વડાપ્રધાન આગામી 10 તથા 11 મી ઓક્ટોબરે જામનગર શહેર-જિલ્લાની મુલાકાત લઈ રહ્યા હોય, આ સમયગાળા દરમિયાન દેશ વિરોધી સંગઠનો, ભાંગફોડિયા તત્વો કે આતંકવાદીઓ માનવરહિત રિમોટ સંચાલિત વિમાન જેવાં ડ્રોન સહિતનાં સંસાધનોનો ઉપયોગ કરી સુરક્ષા તથા કાયદો વ્યવસ્થાની સ્થિતિને નુકસાન પહોંચાડી શકે તેવી શક્યતા નકારી શકાય નહીં. આ બાબત ધ્યાનમાં રાખી, જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આજે શનિવારે રાત્રે આઠ વાગ્યાથી મંગળવારે બપોરે બાર વાગ્યા સુધી જામનગર શહેરમાં ક્યાંય પણ આકાશમાં ડ્રોન અથવા તેવા સાધનો ઉડાડી શકાશે નહીં અને નો ડ્રોન ફલાય ઝોન અમલમાં રહેશે.