Mysamachar.in-જામનગર:
જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હમણા હમણા ચર્ચાની એરણે ચઢેલ છે, પ્રવાસી શિક્ષકોની ભરતી, એચ ટાટ આચાર્યોની બદલી અને હવે એક શાળા કે જે શાળા નંબર 19નું 20 વર્ષથી ઓડીટ જ ના થયાનું સામે આવતા આ એક શાળાના ઓડીટ અને નાણાકીય વ્યવહારો તપાસવા માટે શાશનાધિકારી સહીત 10 સભ્યોની એક બનાવેલ કમિટી કામે લાગશે, અને તે બાદ નાણાકીય ગોટાળાઓ છે કે કેમ.? તે તપાસના અંતે ફલિત થશે, શાળાની બચત ખાતાની વહીવટી અને નાણાકીય ગુંચ ઉકેલાય તે માટે અને જે રીતે આદેશ કરવામા આવ્યો છે તે પ્રમાણે વહીવટી ગુંચ ના ઉકેલાય ત્યાં સુધી શાળા નંબર 19 નો ચાર્જ શૈક્ષણિક ચાર્જ શાળાના સીનીયર શિક્ષક રામભાઈ સોલંકી પાસે જયારે નાણાકીય ચાર્જ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પાસે રહેશે અને નાણાકીય વ્યવહારો શાશનાધિકારીની સહીથી થશે.






