Mysamachar.in-જામનગર;
જામનગર મનપામાં જેમ શાશક પક્ષમાં અંદરો અંદર ખેચતાણ છે તેવું જ વિપક્ષમાં છે, વિપક્ષમાં ચુટાયેલા સભ્યો જુજ છે અને તેમાં પણ બે ભાગ છે, એવામાં ક્યારેક ક્યારેક આ વિપક્ષના સભ્યો કોઈ મુદ્દે વિરોધ કરવા જાય ત્યારે તેના પુરા સભ્યો પણ હાજર નથી હોતા અને અમુક મુદ્દાઓમાં અને અમુક સભ્યોને બાદ કરતા મુદ્દાસર અને તથ્યપૂર્ણ રજૂઆત પણ વિપક્ષની હોતી નથી આજે પણ આવું જ થયું કમિશ્નરને સંબોધીને લખવામાં આવેલ ગડબડ ગોટાળાવાળું આવેદનપત્ર (આમ તો ફોર્માલીટી) સ્ટે.ચેરમેનને સુપ્રત કરવામાં આવ્યું, અને તેમાં પણ આજે પુરા સભ્યો રાબેતામુજબ જોવા મળ્યા નહોતા (હા અમુક સભ્યો સ્વબળે લડી અને લોકોના પ્રશ્નોને વાચા આપે છે તે અપવાદ)
વિપક્ષના આવેદનપત્રમાં લખ્યું છે કે જામનગર મહાનગરપાલિકાના ડે.કમિશ્નર દ્વારા જામનગર શહેરમાં ઠેર-ઠેર જગ્યાએ ઢોરો રખડે છે.તેની વ્યવસ્થા હજુ સુધી કોઈ વ્યવસ્થા કરી નથી.તેના લીધે જામનગર શહેરમાં ઘણા મૃત્યુના બનાવો પણ બનેલ છે.તેમાં પણ ડી.એમ.સી. નિષ્ફળ ગયા છે.અને મનફાવે તેવું સ્ટેટમેન્ટ આપે છે, ઉપરાંત જામનગર મહાનગરપાલિકામાં જે આઉટસોર્સિંગની જે એજન્સીઓને કામ આપેલ છે.તેમાં મહત્વની જવાબદારી ડી.એમ.સી.ની હોય.છતાંપણ તે પૂરી જવાબદારી નિભાવતા નથી.અને સોલીડ વેસ્ટ દ્વારા બેકારતંત્ર ચાલી રહ્યું છે.તેની સંપૂર્ણ જવાબદારી ડી.એમ.સી ની છે. અને નાયબ કમિશ્નર પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવતા ના હોય તેને દુર કરવા જોઈએ તેવી માંગની કરી છે.હવે લાકડાની તલવાર જેવા આવા વિરોધનું શું આવશે તે જોવાનું છે.
			
                                

                                
                                



							
                