Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લામાં પ્રેમ સબંધની એક વિચિત્ર ઘટના સામે આવી છે, જેની પોલીસ ચોપડે જાહેર થયેલ વિગતો મુજબ લાલપુર તાલુકાના માધુપુર ગામે રહેતા બીજલ વાલાભાઈ જેપારને જામનગર નજીકના દરેડ ગામે સોમનાથ સોસાયટીમા રહેતી તેના જ કુટુંબની પિતરાઈ બેન વસંતબેન ઉર્ફે જાગુ વિરમભાઈ જીવાભાઈ જેપાર સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. જો કે બન્ને પિતરાઈ થતા હોવાથી બન્ને વચ્ચે લગ્ન થવા અશક્ય હોય બંને ઘરેથી ભાગી છૂટ્યા હતા, જે બાબતની બંનેના પરિવારને જાણ થતા બંનેની શોધખોળ આદરી હતી, તો ઘરેથી ભાગી છુટેલ બને પિતરાઈ પોતે પણ સારી રીતે જાણતા હતા કે બન્ને વચ્ચેના સબંધોને લઈને લગ્ન કરવા શક્ય નથી, એવો ખ્યાલ આવતા બંનેએ લાલપુર તાલુકાના માધુપુર ગામે એક સાથે ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. બંનેએ ઝેરી દવા પી અંતિમ પગલું ભરી લીધું હોવાની જાણ થતા પરિવારજનો તાત્કાલિક ઘટના સ્થળે પહોચી બંનેને જામનગર હોસ્પિટલ ખસેડ્યા હતા. જયા યુવતીને મૃત જાહેર કરવામાં આવી હતી, જયારે યુવાનની હાલત ગંભીર જણાતા તેમની હાલ સારવાર ચાલી રહી છે, આ બનાવની જાણ થતા લાલપુર પોલીસે હોસ્પીટલ પહોચી યુવાનના પિતાનું નિવેદન નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.