Mysamachar.in-જામનગર:
હાલમાં શિયાળાની કડકડતી ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે હવામાન વિભાગે તો કોલ્ડવેવની આગાહી પણ આપી છે, આ તમામ વચ્ચે રાત્રીના સમયે રસ્તે સુઈ રહેલા કેટલાક લોકો પાસે ઓઢવા માટે ધાબળો પણ નથી હોતો અને ઠંડીમાં ઠુંઠવાયા કરે છે, ત્યારે જામનગરના એક જાણીતા વેપારી કૌશલભાઈ પાબારી જે મુન્નાભાઈના નામથી ઓળખાય છે તેને આગળ આવી એક પહેલ શરુ કરી છે જેમાં તેવાઓએ જાહેર અપીલ કરી અને જામનગર શહેરમાં કોઈપણ જગ્યાએ કોઈપણ ઓઢ્યા વગરનું જોવા મળે તો તેના નંબર પર લોકેશન મોકલવાથી તેમની ટીમના સભ્યો ત્યાં પહોચી અને તેને ધાબળો પહોચાડશે તેવી ખાતરી તેમના દ્વારા આપવામાં આવી છે. ત્યારે જામનગરના શહેરીજનો પણ આ સત્કાર્યમાં ભાગ ભજવી અને જો કોઈ આવા લોકો જોવા મળે તો ઉપર જણાવેલ ફોટોમાં આપવામાં આવેલ નંબર પર લોકેશન મોકલી શકે છે.