Mysamachar.in-જામનગર:
પોતાના મત વિસ્તાર સહીત લોકોના કામો માટે હંમેશા સતર્ક રહેતા લોકપ્રિય નેતા રાઘવજી પટેલે જામનગર જીલ્લામાં મહત્વના રસ્તાના કામો મંજુર કરાવ્યા છે.તેની યાદી પર નજર કરવામાં આવે તો કૃષિમંત્રીના મતવિસ્તાર જામનગર(ગ્રામ્ય)ના કોઝવે જે અતિ બિસ્માર અને જર્જરિત હાલતમાં હતા, આ બાબતે માર્ગ મકાન મંત્રી પુર્ણેશ મોદીને સત્વરે ઘટતું કરવા રજૂઆત કરેલ હતી. જે ધ્યાને લઇ મંત્રી માર્ગ મકાન દ્વારા આ મંજુર કરેલ કામગીરીમાં 7-વર્ષ રીસરફેસિંગ, (નોન પ્લાન)કાચા થી ડામર, સુવિધાપથ, કોઝવે થી પુલ તેમજ વાઈડનીંગ સૂચિત કામગીરીનો મંજુરી આપવામાં આવેલ છે.
જેમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા પંચાયત હસ્તકના જામનગર(ગ્રામ્ય) વિધાનસભા મત વિસ્તારના જામનગર તથા જોડિયા તાલુકામાં રીસરફેસિંગના કામોમાં રૂ.50 લાખના ખર્ચે નાની બાણુગર ટુ જોઈન એસ.એચ.3.30 કી.મી.લંબાઇનો રસ્તો, રૂ. 20 લાખના ખર્ચે સપડા ટૂ જોઈન એસ.એચ. 1 કી.મી. લંબાઇ રસ્તો, રૂ. 30 લાખ ખર્ચે એસ.એચ. ટુ સપડા ગણપતિ મંદિર રોડ તેમજ જોડિયા તાલુકાનો બાલાચડી ટૂ યાકુપીર રોડ 2.00 કી.મી. રૂ.60 લાખના ખર્ચે રીસફેસિંગની કામગીરીને મંજુર કરેલ છે.
જામનગર તથા જોડિયા તાલુકામાં(નોન પ્લાન) કાચા થી ડામરના કામોમાં
175 લાખના ખર્ચે નવી મોડા ટૂ જોઇન મોડા(જુના મોડા) 1.60 કી.મી.રોડ, રૂ.160 લાખના ખર્ચે આમરા શાપર રોડ 3.10 કી.મી. રોડ, 300 લાખના ખર્ચે નંદપુર ટૂ બજરંગપુર રોડ 5.50 કી.મી.રોડ, રૂ. 50 લાખના ખર્ચે ઘુતારપર થી નિષ્ઠાનગરી જયપુર રોડ 1.30 કિ.મી.રોડ, રૂ, 10 લાખના ખર્ચે ખીમલિયા ટૂ ઠેબા રોડ 1.30 કી.મી.રોડ, રૂ.40 લાખના ખર્ચે વિભાપર ટૂ નવા નાગના રોડ 0.25 કી.મી. સી.સી.રોડ તથા રૂ.275 લાખના ખર્ચે જોડિયા તાલુકાનો બાલાચડી ટૂ જોઇન એસ.એચ.2.10 કી.મી.રોડનો મંજુર કરવામાં આવેલ છે. તેમજ આ નોન પ્લાન રસ્તાઓમાં માટીકામ, મેટલકામ, ડામરકામ તથા નાળા કામની સૂચિત કામગીરી કરવામાં આવનાર છે.
-જોડિયા તાલુકાના સુવિધા પથ હેઠળ લક્ષ્મીપુરા(જોડિયા) ટૂ જોઈન એસ.એચ, 2.00 કી.મી.નો સી.સી.રોડ રૂ.170ખર્ચે મંજુર કરવામાં આવેલ છે.
-જામનગર તાલુકાના કોઝવે થી પુલ રૂ, 500 લાખના ખર્ચે અલીયા ચાવડા ટૂ જોઈન એસ.એચ.રોડ 0/400 મેજરબ્રીજ તેમજ રૂ. 125 લાખના ખર્ચે ધુડશીયા ટૂ એસ.એચ. પર કોઝવે બનાવવામાં આવશે.
જામનગર તાલુકા વાઇડનીંગ કરવાના રસ્તા 220 લાખના ખર્ચે વસઈ આમરા-જીવાપર-દોઢીયા રોડ 7 કી.મી. લંબાઇનો રોડ તેમજ રૂ. 270 લાખના ખર્ચે દોઢીયા-ખોજા બેરાજા રોડ 4 કી.મી.લંબાઈનો રોડ જમીન સંપાદન, હયાત કેરેજમાં પસંદગીની લંબાઈમાં મેટલીંગ,બી.યુ.એસ.જી.બી.એમ., એમ.એસ.એસ. તથા સી.ડી. વર્કસની સૂચિત કામગીરીને મંજુર કરવામાં આવેલ છે.આમ કુલ રૂ.23.35 કરોડના ખર્ચે ૭-વર્ષ રીસરફેસિંગ, (નોન પ્લાન )કાચા થી ડામર, સુવિધાપથ, કોઝવે થી પુલ તેમજ વાઈડનીંગની સૂચિત કામગીરીનો સમાવેશ થાય છે જેને આજ રોડ મંજુર કરવામાં આવેલ છે.