Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1 ના કોર્પોરેટર અને વકીલ નુરમામદ ઓસમાણ પલેજા દ્વારા જામનગર જીલ્લા કલેકટરને એક લેખિત રજૂઆત કરવામાં આવી છે જે રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે જામનગર શહેર જિલ્લામાં સરકારી યોજનાઓ જે અન્વયે જન્મ તારીખના દાખલા, મરણના દાખલા, આવકના દાખલા, ડોમિસાઈલ સર્ટી, દસ્તાવેજની ખરી નકલમા તેમજ જુદા-જુદા સોગંદનામામાં સરકારમાં રજુ થતી આવકના દાખલાની અરજીઓમાં કોર્ટ ફી સ્ટેમ્પની જરૂરત પડે છે, આ કોર્ટ ફી સ્ટેમ્પ જામનગર શહેર ખાતે લાલબંગલા સર્કલમાં ફકત ત્રણ જેટલા સ્ટેમ્પ વેન્ડરો ધ્વારા આ ટીકીટોનું વેચાણ કરવામાં આવે છે.આ કોર્ટ ફી ટીકીટોની જરુરીયાત સામે વેચાણ વ્યવસ્થા અપૂરતી હોવાથી મોટી ઉંમરના સીનીયર સીટીઝ્નો અને નાગરિકો સામાન્ય એવી રૂપિયા ત્રણની ટીકીટો માટે કલાકો સુધી હેરાન થવુ પડે છે. અને ટિકીટ વેચાણ અંગેનો ટાઈમ પણ નિયમીત ન હોવાથી લોકોને ભારે હાડમારી ભોગવી પડે છે.
આ ઉપરાંત આજ કોર્ટ ફી ટીકીટો લોકોની મજબુરીનો લાભ લઈ જિલ્લા સેવા સદન (શરુસેકશનરોડ) વિસ્તારમાં આરામથી રૂપિયા ત્રણની ટીકીટ રૂપિયા 10 માં વેચાઈ રહી છે, આ કઈ સીસ્ટમથી થાય છે. તેની પણ તપાસ રૂરી છે.આથી આ કોર્ટ ફી ટીકીટો માટે રોજે-રોજ અસંખ્ય નાગરીકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. અને સામાન્ય ત્રણ રૂપિયાની ટીકીટો માટે લોકો પોતાનો સમય અને પૈસા વ્યર્થ થાય છે.આથી જામનગર શહેર જિલ્લાની જનતાને સામાન્ય સરકારી કામ માટેની જરૂરીયાત કોર્ટ ફી સ્ટેમ્પ તાત્કાલીક લોકોને મળી રહે તે માટે જરૂરી વ્યવસ્થા ઉભી કરવા અને ટીકીટોનું કાળાબજાર અટકાવવા સરપ્રાઈઝ ચેકીંગ કરી લોકોને ન્યાય અપાવવા રજૂઆત થઇ છે.