Mysamachar.in-જામનગર:
જામનગર NSUI પ્રમુખ મહિપાલસિંહ જાડેજા સહિતની NSUI ટીમ દ્વારા આજે જામનગરની એકમાત્ર ગ્રાન્ટ ઇન એડ કે.પી.શાહ લો કોલેજ ખાતે કોલેજના પિન્સીપાલ વિમલ પરમાર વિરુદ્ધ સુત્રોચ્ચારો કરી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું, અને સીન્ડીકેટ સભ્ય પદેથી રાજીનામાની માંગણી કરી હતી.NSUI દ્વારા કરવામાં આવેલ આ રાજીનામાની માંગણીના પત્રમાં કે.પી.શાહ લો કોલેજના આચાર્ય વિમલ પરમારને સંબોધીને NSUI દ્વારા લખવામાં આવ્યું છે કે લોકો કાયદાના નિષ્ણાંત બનવા માંગતા હોય, વકિલ બનાવ માંગતા હોય તેમને અભ્યાસ કરાવો છો. તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના સરકાર નિયુક્ત છેલ્લી બે ટર્મથી સીન્ડીકેટ સભ્ય પણ છો અને સિન્ડીકેટ સભ્ય હોવાથી આપ સમગ્ર સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને અભ્યાસને લગતા નિર્ણયોમાં પણ સામેલ હોય છે.
આમ સીધા વિદ્યાર્થીઓ સાથે જોડાયેલ હોવાથી વિદ્યાર્થીના હિત જળવાય તેવા પ્રયત્નો તમારા હોવા જોઇએ તેમ છતા પણ સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીની કરાર આધારિત અધ્યાપકોની ભરતીમાં તમે અધ્યાપકોના મેરીટને બદલે તમારા હોદાનો દુરૂઉપયોગ કરી ભલામણ અને લાગવગથી ભરતી કરવા માટે હોમ સાયન્સ, હીન્દી, સમાજ શાસ્ત્ર અને પત્રકારત્વમાં આપની ભલામણવાળા નામ સીલેકટ કરવા સુચવી અને તેમને ભરતી કરવા ગેરવ્યાજબી ભલામણ કરેલ હોવાનો કથિત આક્ષેપ NSUI દ્વારા કરવામાં આવ્યો છે,
આ તમામ માહિતી આપ જેવા સીન્ડીકેટ સભ્યોના બી.જે.પી. સીન્ડીકેટ ગ્રુપ નામનાં વ્હોટસેપ ગ્રુપમાં થયેલ ચેટના સ્ક્રીનશોટ્સ વાઈરલ થયેલ અને પ્રીન્ટ મિડીયા અને ઇલેકટ્રોનિક મીડીયા આ વાતની પુષ્ટી પણ કરેલ છે. સાહેબ આપનું કામ વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને અન્યાય ન થાય તે જોવાનું હોય છે, છતાં પણ આપ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સીટી જેવા શિક્ષાના ધામમાં ‘‘સારા નહી પણ મારા” લોકો આવે તે પ્રકારનો અભિગમ અપનાવવામાં આવ્યો તે ખુબજ નિંદનીય બાબત હોવાનો આક્ષેપ પણ આ પત્રમાં કરાયો છે, માટે આજે જામનગર NSUI દ્વારા વિમલ પરમાર સરકાર નિયુકત સીન્ડીકેટ સભ્યના હોદ્દા પરથી રાજીનામું આપવામાં આવે અને વિદ્યાર્થીઓ અને અધ્યાપકોના ભવિષ્ય સાથે ચેડા કરવાની જે ગંભીર ભુલ કરેલ છે.તેની લેખીતમાં માફી પણ માંગવામાં આવે નહીં તો ના છુટકે જામનગર NSUI દ્વારા આ મામલે ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.






