Mysamachar.in-જામનગર:
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે કપાસની મબલખ આવકની સાથે સાથે મગફળીની પણ આવક મોટા પ્રમાણમાં થઇ રહી છે, એવામાં છેલ્લા કેટલાક વર્ષોથી તામીલનાડુના વેપારીઓ જામનગર હાપા યાર્ડથી 66 નંબર અને 9 નંબરની કહેવામાં આવતી મગફળીની ખરીદી કરવા માટે આવે છે, જાણવા એવું મળે છે કે આ મગફળીમાં તેલનું પ્રમાણ ઓછું હોય છે, જે તમિલનાડુના વેપારીઓને ઉપયોગી છે,માટે તેવો જામનગરના હાપા યાર્ડ ખાતેથી મગફળીની ખરીદી કરે છે, આ અંગે યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલના જણાવ્યા મુજબ ગતવર્ષ પણ આ વેપારીઓ મગફળી ખરીદ કરવા આવ્યા હતા અને 66 અને 9 નંબરની મગફળી તમિલનાડુથી આવતા વેપારીઓ ખરીદે છે, તેવોએ વધુમાં માહિતી આપતા કહ્યું કે અન્ય યાર્ડોની સરખામણીએ આજે જામનગરમાં મગફળીનો રહ્યો ઉંચો ભાવ એટલે કે 1360 રૂપિયા 20 કિલો મગફળીનો ભાવ બોલાયો હતો જયારે જામનગર યાર્ડમાં 6000 મણ મગફળીની થઇ છે આવક થઇ હોવાનું પણ તેમને માહિતી આપતા જણાવ્યું.