Mysamachar.in-જામનગર
જામનગર અને રાજકોટ સહિતના વિસ્તારોમાં ગઈકાલે ભારે વરસાદને પગલે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારના જામનગર અને રાજકોટ જિલ્લામાં ભારે વરસાદથી ઊભી થયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા અને જિલ્લાતંત્રને રાહત બચાવ કામગીરીમાં માર્ગદર્શન આપવા આ બે જિલ્લાની મુલાકાતે હવાઈ માર્ગે જશે. મુખ્યમંત્રી ગાંધીનગરથી બપોરે 1 કલાકે પૂર્વ મંત્રી આર.સી ફળદુ તેમજ જામનગરના સાંસદ પૂનમબહેન માડમ અને મુખ્યસચિવ પંકજ કુમાર સાથે આ બે વરસાદ અસરગ્રસ્ત જિલ્લાઓની જાત માહિતી મેળવવા રવાના થશે મહત્વનું છે કે તેવો જામનગર જીલ્લા કલેકટર કચેરી ખાતે સમીક્ષા બેઠક પણ કરી માહિતીઓ મેળવશે.






