Mysamachar.in-જામનગર
જામનગરમાં મોહરમના તહેવારોમાં તાજીયાના ઝુલુસને શહેરમાં ફરવાની મંજુરી આપવા બાબતે જામનગર મનપાના બે કોર્પોરેટરો વોર્ડ નંબર 12ના અલ્તાફભાઇ ખફી અને વોર્ડ નંબર 1 ના કોર્પોરેટર નુરમામદ ઓસમાણ પલેજા દ્વારા કરવામાં આવી છે, મુસ્લિમોનો સહાદતના દિવસો તરીકે મોહરમ મનાવવામાં આવે છે. અને આ તહેવાર સહાદત અને બલિદાનના દિવસ તરીકે જગતભરમાં મુસ્લિમો ઉજવે છે. ઇમામહુસેનની યાદમાં દર વર્ષે તાજીયાઓના જુલુસ નીકળે છે. જેની સાથે લોકોની ખુબ મોટી આસ્થા જોડાયેલ છે, આ દરમિયાન નાના-મોટા ન્યાજના પ્રોગ્રામ પણ રાખવામાં આવે છે. આ તહેવાર ફક્ત મુસ્લિમો પુરતો નથી. અસંખ્ય હિંદુઓ પણ આ તહેવારમાં માનતા રાખે છે. અને આસ્થાભર ભાગ લે છે. છેલ્લા કેટલાક સમયથી કોરોના મહામારી અન્વયે જુલુસ નીકળવામાં આવતું નથી. પરંતુ હવે કોરોનાની મહામારી ગુજરાતમાંથી ખતમ થઇ ગયેલ હોય તેથી તાજીયાઓને શહેરમાં ફરવાની મંજુરી આપવામાં આવે તો કોઈ વાંધા સરખું નથી.
જામનગરમાં રાજાશાહીના વખતથી તાજિયાનો તહેવાર હિન્દુ-મુસ્લિમ એકતાના પ્રતિક સમાન છે. અને રજવાડાના વખતમાં ચાંદીનો કલાત્મક તાજીયો ભેટ આપવામાં આવેલ અને કોન બનેગા કરોડપતિમાં પણ એક વખત આ પ્રશ્ન પૂછવામાં આવેલ કે સૌથી પ્રખ્યાત તાજીયા ક્યા શહેરમાં બનાવવામાં આવે છે. તેમજ-અલગ વિસ્તારોમાં તાજીયાઓ જે સમગ્ર વર્લ્ડમાં જામનગરના તાજીયાઓ પ્રખ્યાત છે. વધુમાં જયારે હવે કોરોના મહામારી સાવ ઓછી થઇ ગયેલ હોય ત્યારે જામનગરના લોકો આસ્થાભેર આ તહેવાર ઉજવી શકે તે માટે જામનગર શહેરમાં તાજીયાઓને કાઢવાની છૂટ આપવી જોઈએ. અને આ બાબતને મંજુરી આપવા માંગ કરાઈ છે.