Mysamachar.in-જામનગર:
જામનગર શહેરને પાણી પૂરું પાડતા ચાર પૈકીના બે ડેમોમાં નોંધપાત્ર પાણીની આવક ગઈકાલે સારા વરસાદ દરમિયાન થયાનું જાણવા મળે છે, જામનગર મહાનગરપાલિકાના વોટર વર્કસ શાખાના પી.સી.બોખાણીના જણાવ્યા મુજબ જામનગર શહેરને પાણી પૂરું પાડતા ઊંડ-1 ડેમમાં 8 ફૂટ જયારે આજી-૩ ડેમમાં 5 ફૂટ નવા પાણીની આવક થઇ છે.આજની સ્થિતિએ રણજીતસાગરમાં 43%, સસોઈમાં 20%, ઊંડ-1માં 45.95 % અને આજી-૩ માં 52.79% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.