Mysamachar.in-જામનગર
જામનગર સહકારી બેન્કનો વર્ષે કરોડોનો વહીવટ છે, આમ તો સહકારી ક્ષેત્રમાં એવું કહેવામાં આવતું હોય છે કે તેમાં પ્રત્યક્ષ રાજકારણ હોતું નથી પરંતુ પરોક્ષ રીતે રાજકારણ ચાલતું અને તે પણ પક્ષ પ્રેરિત હોય છે તેવું કહેવાય છે, એવામાં જામનગર ડીસ્ટ્રીકટ કો ઓપરેટીવ બેંક એટલે કે જીલ્લા સહકારી બેન્કનો વાર્ષિક કરોડોનો વહીવટ છે, અને આ બેન્કને લઈને આંતરિક અને બહારથી ઘણા આક્ષેપો ભૂતકાળમાં થઇ ચુક્યા છે, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાજકારણમાં મહત્વની માનવામાં આવતી જામનગર જિલ્લા સહકારી ડિસ્ટ્રીકટ બેંકના ચેરમેન, વાઇસ ચેરમેન સહિતની ચુંટણી આજે મહેસુલ સેવા સદન ખાતે યોજાઈ હતી,
જેમાં ચેરમેનપદે પી.એસ.જાડેજા અને વાઈસ ચેરમેન પદે રાજુભાઈ વાદી ચુંટાઈ આવ્યા છે, તો એમડી તરીકે લુણાભા ચુંટાઈ આવ્યા છે. ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંકમાં કુલ 14 સભ્યો ચુંટાયેલા છે. જેમાં જામનગર ગ્રામ્ય ધારાસભ્ય રાઘવજી પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશી ચનીયારા, માજી.મંત્રી મુળુ બેરા, પૂર્વ વાઇસ ચેરમેન પ્રવિણસિંહ ઝાલા, બળવંતસિંહ જાડેજા, ખંભાળિયા માર્કેટીંગ યાર્ડના ચેરમેન પી.એસ.જાડેજા, લુણાભા, અગ્રણી ઉદ્યોગપતિ જીતુભાઇ લાલ, પૂર્વ ચેરમેન અશોકભાઇ લાલ, મેરગ કાના ચાવડા, રાજુભાઇ વાદી, હેંમત ખવા, પૂર્વ વાઇસ ચેરમેન જીવણભાઇ કુંભારવાડીયા, ઇલેશ પટેલનો સમાવેશ થાય છે.