Mysamachar.in-જામનગર
જામનગરમા ઓવરબ્રીજ, અંડરબ્રીજ, આસ્ફાલ્ટ રોડ વગેરે માટે અવિરત કાર્યરત એવી કોર્પોરેશનની પ્રોજેક્ટ પ્લાનીંગ શાખાની જહેમતથી આગામી દિવસોમા ઇંદીરા માર્ગ ઉપર નગરને ફ્લાય ઓવરની ભેંટ મળશે આ ભેંટ મળવાની સાથે મહત્વકાંક્ષી પ્રથમ ફ્લાય ઓવર પ્રોજેક્ટની ભેટ સાથે ઇજનેરી કૌશલ્યનો ઉતમ નમુનો હાલારમા પ્રથમ વખત વિશિષ્ટ સ્વરૂપે જોવા મળશે કેમકે રોજના હજારો વાહનો જે વિક્ટોરીયા પુલથી સીધા ઉદ્યોગનગર કે દિગ્જામ સર્કલ કે સમર્પણ તરફ જવા માંગે છે તે સીધા જ ફ્લાય ઓવર પરથી પસાર થનાર હોઇ શહેરના ઇન્દીરા માર્ગ ઉપર ટ્રાફીકનુ ભારણ ઘટશે ત્યારે આ સળંગ ફ્લાય ઓવર પોતે જોવાલાયક બાંધકામ બની રહેશે કેમકે રોડની ઉપર સમાંતર રોડ નગરમા પ્રથમ વખત બને છે,
મહત્વની બાબત એ છે કે આવા વિકાસ કામોથી નગરની એક આગવી ઓળખ બને છે જે અંગે વધુ માહિતી જયારે સીટી ઈજનેર શૈલેશ જોશીના માર્ગદર્શન હેઠળ અને પદાધિકારીઓ સાથે સંકલન જાળવી આ કાર્યવાહી આગળ ધપાવી રહેલા કાર્યપાલક ઇજનેર ભાવેશ જાની પાસેથી મેળવવામાં આવી ત્યારે તેવોએ કહ્યું કે આકાર પામનાર ફ્લાય ઓવર નગર માટે એક ભેંટ સમાન બનશે અને ટ્રાફીક માટે રાહત થશે તેમ એ બાંધકામ ઉતમ નમુના સ્વરૂપ હશે કેમકે એક તરફ બે કીમી જેટલી સળંગ લંબાઈ જુદા જુદા એપ્રોચ આપવાના તેમજ ફ્લાય ઓવરની મજબુતાઇ ત્યા સુધી રાખવાની કે રોજના દસ હજારથી વધુ વાહનો હેવી કે મીડીયમ પસાર થાય તો પણ તેની મજબુતાઇ અડીખમ રહે સમગ્ર પણે આરસીસી પીલર પર બ્રીજ તેમજ તે માટેનુ તમામ ટકોરાબંધ મટીરીયલનો ઉપયોગ કરી નિષ્ણાંતને કામ આપી દેખરેખ કરવી આ બધુ જ અમારા માટે મહત્વનુ છે તેમ પણ ઉમેર્યુ હતુ,
ફ્લાયઓવર બ્રીજ માટે ડીપીઆર બનાવાયો તે પહેલા એ માટે મંજુરી મેળવવી બાદમા ડીપીઆરનો અભ્યાસ તેના જુદા-જુદા ડ્રોઇગ ડીઝાઇનના અભ્યાસ તેમજ ફીઝીકલી બ્રીજ બનાવવા સ્થળ ઉપર આટલી નોંધપાત્ર લંબાઇ હોય બંને સાઇડ શુ કપાતની જરૂર પડશે શુ-શુ જગ્યા રાખવાની થશે કઇ વધુ પ્લાનીંગ લગત વિસ્તાર કે રોડના કરવા પડશે કે કેમ તેમજ દરેક જંક્શન થી કેવી રીતે નીચે ઉપર બંને તરફ વાહન આવાગમન તેમજ સમાંતર રીતે હયાત ઇંદીરા માર્ગનો ઉપયોગ વગેરે મુદાઓ ઉપર ખુબજ ચિંતન થયુ હોય ત્યારે પ્લાન ફાઈનલ થતા હોય છે કેમકે ફીઝીકલ કન્સ્ટ્રક્શન પહેલા તેની ફાઇનલ ડીઝાઇન તૈયાર કરવી એ જ ઇજનેરી કૌશલ્ય છે.
તેમજ બ્રીજ બાંધકામ શરૂ થાય ત્યારે લગત જગ્યાઓ મેળવવી તેનો ઉપયોગ કેમ કરવો વગેરે બાબત વહીવટી છે માટે આ નઝરાણા સમાન નગરનો ફ્લાય ઓવર ઇજનેરી અને વહીવટી કુશળતા બંનેનુ એપ્રીસીયેટ કરવુ પડે તેવુ સંકલન બની રહેનાર છે તેમ પણ સમગ્ર અભ્યાસ કરતા લાગે છે અને એકંદર રીતે શહેરને નઝરાણુ આપવાની કોર્પોરેશનના પ્રોજેક્ટ પ્લાનીંગની લાંબા સમયની જહેમત સાકાર થશે સૌથી લાંબા ઇન્દિરા માર્ગ ઉપર ફ્લાય ઓવર બ્રીજ બનશે. આ અંગેની ડીપી અમલીકરણ કરવાનું સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજુર કરી દેવામાં આવ્યું છે, અને તેની અમલીકરણની કાર્યવાહી ટૂંક સમયમાં શરુ થનાર હોવાનું જાણવા મળે છે.
-નગરનુ ટ્રાફીક હાર્દ ઇંદીરા માર્ગ અને ફ્લાય ઓવરની જરૂરિયાત વિશે
ઇન્દિરા ગાંધી માર્ગ શહેરનો સૌથી વિકસીત તથા લાંબો આર્થિક ધોરી માર્ગ છે. સુભાષ સર્કલથી સાત રસ્તા સર્કલ સુધી આ માર્ગ આશરે 3.75 કી.મી.ની લંબાઇ ધરાવે છે. તથા 30 મી.ની પહોળાઇ ધરાવે છે.સૌથી અગત્યતા કોમર્શીયલ સેન્ટરો, હોસ્પિટલ, ઓફિસ કમ્પલેક્ષ વગેરે આ રસ્તા પર આવેલા છે આ કારણોસર આઇ.જી. રોડ તથા તેના ઉપર આવેલા જંકશનો જેવા કે અંબર સિનેમા સર્કલ, ગુરૂદ્વારા સર્કલ, નર્મદા ચોકડી પર ટ્રાફિક જામના દ્રશ્યો સવાર-સાંજના પીક અવર્સ દરમિયાન જોવા મળે છે.
આ પ્રમાણે ફલાય ઓવર બ્રીજની રચના કરવાથી સુભાષ બ્રીજ બાજુથી પ્રવેશતા વાહનો દ્વારકા રોડ તથા જી.આઇ.ડી.સી. રોડ તરફ કોઇપણ અડચણ વગર, ઝડપથી અને સલામતી પૂર્વક આઇ.જી. રોડ ઉપર જઇ શકશે જે ધ્યાનમાં રાખતા ઇન્દિરા ગાંધી માર્ગ ઉપર આ તમામ જંકશનો પાર કરતો તેમજ સાત રસ્તા સર્કલ પાર કરતો ફલાય ઓવર બાંધવાની જરૂરીયાત છે. સમગ્ર ફલાય ઓવર બ્રીજની કુલ લંબાઇ 3250 મીટર રહેશે, હાલ હેયાત રસ્તાની પહોળાઇ ડી.પી. રોડ 30 મીટર, તેમજ હાલ હૈયાત આસ્ફાલ્ટ કારપેટની પહોળાઇ 15 મીટર છે. તેમજ આ રસ્તાનું વાઇડનીંગ હવે થઇ શકે તેમ નથી.
-નવો બનનાર ફ્લાય ઓવર બ્રીજથી સુવિધા વધશે અને ટ્રાફીક માટે સાનુકુળ રહેશે
બ્રીજની કલીયર ઉંચાઇ નાગનાથ ગેઇટ જંકશન પાસે 4 મીટર તથા તે સિવાયના વિસ્તારમાં 5.30 મીટર રહેશે તેમજ ઇન્દિરા માર્ગ ઉપર પ્રપોઝડ ફોર લેન ફલાય ઓવર બ્રીજની પહોળાઇ 15 મીટરની રહેશે. તથા બન્ને બાજુ એમ.એસ. ક્રેસ બેરીયર લગાવવામાં આવશે. અંબર જંકશન પાસે પી.એન. માર્ગ પરથી આવતા ટ્રાફિકને ડાયરેકટ રાજકોટ જવા માટે ટુ-લેન 7.50 મીટર પહોળાઇનો એપ્રોચ આપવામાં આવશે જેથી રાજકોટ તરફ જવાના ટ્રાફિકને વાહન વ્યવહારમાં સરળતા રહે.
સાત રસ્તા સર્કલ પાસે ખંભાળિયા-દ્વારકાને જોડતા રસ્તા તરફ ટુ-લેન 7.50 મીટર પહોળાઇનો એપ્રોચ આપવામાં આવશે. ખંભાળિયા-દ્વારકા તરફથી આવતા ટ્રાફિકને રાજકોટ જવા માટે ડાયરેકટ ફલાય ઓવર બ્રીજમાં એન્ટ્રી મળી રહેશે જેથી ટ્રાફિક નિયમનમાં સરળતા રહેશે. તેમજ ઇન્દિરા માર્ગ જી.આઇ.ડી.સી.ને જોડતા રસ્તા તરફ 7.50 મીટર પહોળાઇનો ટુ-લેન એપ્રોચ આપવામાં આવશે.
-ફલાય ઓવર બ્રીજની બન્ને બાજુ 6 મીટરનો સર્વિસ રોડ તથા ફુટપાથ આપવામાં આવશે.
સાત રસ્તાથી ગુરૂદ્વારા જંકશન સુધી રાજકોટ તરફથી આવતા વાહનો માટે થી લેન એપ્રોચ જાડા બિલ્ડીંગ પહેલા નીચે ઉતારવામાં આવશે. જેથી સીટીમાં તથા એસ.ટી. સ્ટેન્ડ તરફ જતા વાહનો બ્રીજના એપ્રોચથી અવર-જવર કરી શકશે. આ ફલાય ઓવર બ્રીજ શહેરના ચાર મુખ્ય જંકશન નાગનાથ ગેઇટ, નર્મદા સર્કલ તથા ગુરૂદ્વારા ક્રોસીંગ તેમજ સાત રસ્તા સર્કલને કવર કરે છે. આ અંગે કાર્યપાલક ઇજનેર પ્રોજેક્ટ એન્ડ પ્લાનીંગ ભાવેશ જાની એ જણાવ્યા મુજબ શહેરના મુખ્ય ચાર જંકશનો અંબર સર્કલ, ગુરુદ્વારા સર્કલ, નર્મદા સર્કલ, સાતરસ્તા સર્કલને સાંકળતા આ એલીવેટેડ ફલાય ઓવર બ્રિજથી અનેક સ્થળોની ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ થશે રાજકોટ અને ખંભાળિયા-દ્વારકા તરફના તેમજ શહેરના મહત્વના માર્ગો ઉપર અવર-જવર સરળ બનશે અને હાલ આ અંગેની કાર્યવાહી મનપાના પદાધિકારીઓ અને કમિશ્નર, ડેપ્યુટી કમિશ્નર, આસિસ્ટન્ટ કમિશ્નર, સીટી ઈજનેર ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અમારી શાખા દ્વારા સુપેરે આગળ વધી રહી છે.