Mysamachar.in-જામનગર
જામનગર જીલ્લા નર્સિંગ કર્મચારીઓ તેમજ નર્સિંગ વિદ્યાર્થીઓ દ્વારા આજે યુનિયનના આગેવાનો દ્વારા જામનગર જીજી હોસ્પીટલના અધિક્ષકને આવેદનપત્ર પાઠવી યોગ્ય થવા રજૂઆત કરવામા આવી છે. યુનાઇટેડ નર્સિસ ફોરમ ગુજરાત દ્વારા પડતર માંગણીઓને લઇ આગામી તા. 18 મેથી હડતાલની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. કોરોના મહામારીમાં પણ છેલ્લા બે વર્ષથી જીવના જોખમે નર્સ ફરજ બજાવતી હોય, સરકારને અનેક વખત રજૂઆતો છતાં કોઇ ઉકેલ આવ્યો ન હોય રોષ જોવા મળી રહ્યો છે.
યુનાઇટેડ નર્સિસ ફોરમ જામનગરના પ્રમુખ ધીરજ મેકવાન તથા સેક્રેટરી ટ્વિન્કલ ગોહેલ દ્વારા ગ્રેડ પે રૂા. 4200 અને ખાસ ભથ્થાઓ અને રૂા. 9600 પ્રતિ માસ ચૂકવાઇ, નર્સિસની આઉટ સોર્સિંગ ભરતી બંધ કરી રૂા. 35000 પ્રતિમાસ પગાર ચૂકવાઇ, નર્સિસને બેઝ ઉચ્ચતર પગાર ધોરણને બદલે શિક્ષકોની માફક 10-20-30 વર્ષે ત્રણ ઉચ્ચતર પગાર આપવામાં આવે, રાજ્યમાં નર્સિસની લગભગ 4000 જેટલી ખાલી જગ્યા તાત્કાલિક ભરવા છેલ્લા એક વર્ષથી આજદિવસ સુધી ન મળેલ રજાઓનું વળતર આપવા, છેલ્લા બે વર્ષથી અટકેલ બઢતી અને બદલી તાત્કાલિક ધોરણે કરવા કેન્દ્રના ધોરણે નોમેન પ્લેયર, વર્ષ દરમિયાન ઓછામાં ઓછા 14 હોસ્પિટલ હોલી-ડે, ઉચ્ચ અભ્યાસ અર્થે પ્રતિ નિયુક્તી તેમજ સીએચસી અને પીએચસી પર ફરજ બજાવતાં નર્સિસનું શોષણ બંધ થાય તેવી વિવિધ પડતર રજૂઆતોની માંગણી કરવામાં આવી છે.
આવેદનપત્રમાં વધુમાં જાણવામાં આવ્યું છે કે વર્ષ 2020 માં કોવિડ સંક્રમણના પ્રવેશ બાદથી અત્યાર સુધી રાજ્યનો સમગ્ર નસીંસ પરીવાર દિવસ રાત 24/7 દર્દીઓની સારવારમાં વ્યસ્ત છે અને પોતાના અંગત સ્વાથ્યની પરવા કર્યા સિવાય ઝઝુમી રહ્યાં છે. રાજ્યમા ઘણા નર્સીસ આ મહામારીમાં પોતાનો જીવ ગુમાવી વીરગતિ ને પામ્યા છે. રાજ્યભરનો આ મૃત્યુ આંક 20 થી વધુ છે અને હજારો નર્સીસ આ મહામારીમાં સંક્રમિત પણ થયા છે તેમ છતાં તેઓએ આ મહામારીમાં પોતાની પરિવારની પરવા કર્યા વગર ફરજો ચાલુ રાખી છે. હાલનાં કોવિડના બીજા પીક દરમિયાન નર્સીસની અત્યંત કફોડી હાલત છે. દરેકના બાળકો, માતા પિતા અને પરિવારજનો પણ સંકમિત થયી તેઓ પણ મૃત્યુ પામી રહ્યા છે ત્યારે પરિસ્થિતિ વશ નર્સીસને પોતાને પણ રજા મળી રહી નથી. સમગ્ર રાષ્ટ્ર જ્યારે આ મહામારીના વમળમાં ફસાયું છે.
ત્યારે હેલ્થ કેર વર્કર તરીકે અમારી ફરજ દેશહિતમાં નિષ્ઠાપૂર્વક ફરજો પુરી પાડવાની બને છે પણ સાથે અમો સૌ નર્સીસ પણ રાષ્ટ્રના પ્રજાજનો છીએ અને અમો પણ છેલ્લા એક વર્ષથી પરિવારને ભુલી સતત તનાવમાં ફરજો પુરી પાડીએ છીએ સરકાર પ્રજાજન સાથે અમારી પણ એટલી જ પરવા કરે તે આવશ્યક છે. અમોએ છેલ્લા વર્ષમાં અનેકાનેક રજુઆતો કરી કોવિડ દરમિયાન ગુજરાતના નર્સીસની વેદનાને સમજી ન્યાય આપવા વિનંતી કરેલ છે પણ જેને કોઈ જ પ્રતિસાદ સાંપડયો નથી. હાલમાં પણ રેસીડેન્ટ ડોક્ટર દ્વારા કોવિડ કામગીરી અન્વયે હડતાળ પર જવાની આપેલ ચીમકીને લઇ સરકાર દ્વારા તુરંતજ નિર્ણય લઈ રાતોરાત તેઓના સ્ટાઈપેન્ડ માં 40% નો વધારો આગામી ત્રણ વર્ષ માટે કરી દેવાયો છે.
જ્યારે નર્સિંગ સ્ટુડન્ટ કે જેઓ પણ હાલ આ મહામારીમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે તેઓની કામગીરીની નોંઘ સુદ્ધા લેવાઈ નથી જે ખુબજ દુ:ખદ બાબત છે, સરકાર દ્વારા વર્ષોથી નર્સીસની ઉપેક્ષા અને અવગણના કરાઈ છે. નર્સીસ એ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની કરોડરજ્જુ સમાન છે અને તેઓના સિવાય રાજ્યના કૌઇપણ આરોગ્ય અભિયાન કે કાર્યક્રમને સફળતા મળે નહીં. તેમ છતાં સતત આવી અવહેલના એ પ્રબળ અસંતોષનું કારણ બની છે.
નસીંગનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સ્ટેટ નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટર્ડ થયેથી નસિંગ પ્રેક્ટીસ કરવાની અનુમતિ મળતી હોય છે. નસિંગમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીએ ઓછા માં ઓછાં ચાલીસથી વધુ વિષયો પર અભ્યાસ કરવાનો હોય છે ત્યારે તે પ્રેક્ટીસ કરવા સક્ષમ બને છે. સમાજમાં ખાનગી હોસ્પિટલો ખાતે માત્ર સફેદ એપ્રન પહેરી ફરજો બજાવતા અનટ્રેઇન્ડ નર્સીસ એ આરોગ્ય અને તબીબી સેવાઓનું મોટામાં મોટું દૂષણ છે અને આ દુષણ નો ભોગ પ્રજાજનો બની રહ્યા છે, કોવિડ સંક્રમણ રોકાયેલા નર્સીસના કોઈજ પ્રશ્નો અને સમસ્યાઓ અંગે સરકાર દ્વારા નિર્ણય ન લેવાતા ના છુટકે રાજ્યના નર્સીસ પરિવારને પણ અસહકારના આંદોલન રૂપી શસ્ત્રનો ઉપયોગ કરવા પરવશ બનવું નર્સીસનો માનસિક અસંતોષ પરાકાષ્ઠાનો ચરમ સીમા પર પહોંચી ગયો છે. આ અંગે અલગ અલગ 13 મુદાઓ પર રજૂઆત કરવામાં આવી છે.
અને જો રાજ્ય સરકાર દ્વારા નર્સિસની માંગણી ન સંતોષાતા તા. 12ના રોજ એક દિવસ કાળીપટ્ટી ધારણ કરી દર્દીની સેવા ન ખોરવાઇ તે રીતે ધરણા પ્રદર્શન યોજી વિરોધ વ્યક્ત કરશે. તેમજ તા. 17 સુધી કાળીપટ્ટી ધારણ કરી ફરજો યથાવત્ રાખશે. તેમ છતાં કોઇ કાર્યવાહી કરવામાં નહીં આવે તો તા. 18ના રોજ ફરજોનો બહિષ્કાર કરી એક દિવસ માટે પ્રતીક હડતાલ કરશે.






