Mysamachar.in-જામનગર
જામનગર શહેરના ગુલાબનગર નજીક આવેલા મોહનનગરમાં સર્પના અસંખ્ય નાના બચ્ચાંઓ છે તેવો ફોન લાખોટા નેચર કલબના સર્પમિત્ર મિલન કંટારીયાને આવતા તેઓ તુરંત સ્થળ પર દોડી ગયા હતા. ત્યાં મિલન કંટારીયાને 12 જેટલા પાણીની આસપાસ વધુ જોવા મળતા એવા બિનઝેરી જળસાપ | ડેડો (Checkerded Keedback Snake) જોવા મળેલ. રહેણાંક વિસ્તારમાં એક પછી એક આટલી મોટી સંખ્યામાં સાપ જોવા મળતા સ્થાનિકોમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી અને સાપના બચ્ચાંઓ લોકોના ઘરોમાં ઘૂસી ગયા હતા, બે કલાકની જહેમત બાદ જંગલ ખાતાના સહયોગથી સફળતાપૂર્વક બચાવ કરેલ અને આ તમામ સર્પના બચ્ચાંઓને પ્રકૃતિના ખોળે મુકત કરી દેવાયાં હતાં.
ભયભીત થયેલા લોકોને સર્પપ્રેમી મિલન કંટારિયાએ આ સર્પ વિશે સાચી માહિતી આપીને લોકોનો ડર દૂર કર્યો હતો. જામનગરની પ્રકૃતિ તથા પર્યાવરણ માટે કાર્ય કરતી લાખોટા નેચર કલબ દ્વારા અનેક સરિસૃપોને બચાવવા સહિતની કામગીરી ધણા સમયથી ફી માં કરવામાં આવી રહી છે. ગરમીના સમયમાં સર્પ વધારે પ્રમાણમાં જોવા મળતા હોય તો ગભરાશો નહિં કે તેને મારસો નહીં પરંતુ તેને બચાવવા માટે મિલન કંટારિયા 9979666483 નો સંપર્ક કરવો.