Mysamachar.in-જામનગર
જામનગર જીલ્લા પંચાયતના હોદેદારોની સાથોસાથ આજે જામનગરમ જીલ્લામાં ભાજપની બહુમતીવાળા તાલુકા પંચાયતો માટે પ્રમુખ અને ઉપપ્રમુખના નામોની જાહેરાત જીલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા દ્વારા કરવામાં આવી છે, જામનગર તાલુકા પંચાયતમાં પ્રમુખપદે હસુભાઈ ફાચરા ઉપપ્રમુખ તરીકે વિઠલભાઈ ધરાવીયા… ધ્રોલ તાલુકા પંચાયત પ્રમુખ તરીકે ગીતાબા જાડેજા અને ઉપપ્રમુખ તરીકે જેન્તીભાઈ કગથરા, લાલપુર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રાજીબેન કાંબરિયા અને ઉપપ્રમુખ તરીકે પ્રવીણસિંહ જાડેજાના નામો કરવામાં આવ્યાનું જીલ્લા ભાજપ પ્રમુખેવાતચીતમાં જણાવ્યું હતું.