Mysamachar.in-જામનગર
જામનગરમાં ફરી કોરોના માથું ઊંચકી રહ્યો હોય તેમ લાગે છે, જામનગર શહેરના પૂર્વ ધારાસભ્ય અને રાજ્યના પૂર્વમંત્રી વસુબેન ત્રિવેદીના આખા પરિવારનો કોરોના રીપોર્ટ પોજીટીવ આવતા ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે, પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી અને તેમના પતિ નરેન્દ્રભાઈ ત્રિવેદી તો વસુબેનના પુત્ર દક્ષ ત્રિવેદી અને તેના પત્ની અભીબેન ત્રિવેદીનો રીપોર્ટ પણ પોજીટીવ આવતા સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તમામની સારવાર ચાલી રહી છે.