Mysamachar.in-જામનગર
તાજેતરમાં જ જામનગરના રણજીતસાગર રોડ પર આવેલ ઇવાપાર્ક વીસ્તારમાં ભૂમાફિયા જયેશ પટેલના ઇશારે ભાડુતી મારાઓ દ્વારા ટીના પેઢડીયા પર ફાયરીંગ કરી અને ચાર જેટલા શખ્સો ફરાર થઇ ચુક્યા બાદ ખુદ એસપી દીપન ભદ્રન, એ.એસ.પી,પાંડે સહિતની ટીમો ઘટનાસ્થળ પર દોડી અને ઝીણવટભરી તપાસ કરી અને ગણતરીની કલાકોમાં આ ચકચારી ખૂનની કોશિશ અને ફાયરીંગના ગુન્હાનો ભેદ ઉકેલી નાખી ભૂમાફિયા જયેશ પટેલના ઇશારે ફાયરીંગ કરનાર 8 જેટલા શખ્સોને ઝડપી લઇ પ્રશંશનીય કામગીરી કરવા બદલ રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા DGP ગુજરાતના ટવીટર એકાઉન્ટ પર જામનગર એસ.પી. અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા છે.